નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વિશ્વમાં હજુ પણ ઝડપથી ફેલાઇ રહી છે. આ બીમારીથી બચવા માટે વિશ્વભરના વિભિન્ન હેલ્થ ઓર્ગેનાઇઝેશન રોજ નવી-નવી ગાઇડલાઇન અને સેફ્ટી ટિપ્સનું પાલન કરવાની સલાહ આપી રહ્યાં છે. અત્યાર સુધી આ બીમારીનો કોઈ ચોક્કસ ઇલાજ મળ્યો નથી અને દરરોજ મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં મોટો વધારો થયો છે પરંતુ ચોંકાવનારી વાત છે કે કોરોના વાયરસ જે દર્દીઓમાં પોઝિટિવ આવ્યો છે તેમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો આ લક્ષણો વિશે તમને જણાવીએ છીએ કે જેથી તમારી પાસે કોઈ આ ત્રણ લક્ષણોથી પીડિત જોવા મળે, તો તેને તત્કાલ વાયરસની તપાસ કરાવવાનું કહો. 


ઉલ્ટી
કોરોના વાયરસના જે નવા લક્ષણોની વાત થઈ રહી છે તો તેમાં ઉલ્ટીનો પણ ઉલ્લેખ થી રહ્યો છે. ઉલ્ટીથી પરેશાન લોકો જ્યારે ડોક્ટરોની પાસે ગયા તો તેને કોરોના વાયરસની તપાસ માટે પણ કહેવામાં આવ્યું ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેવામાં કેસ ઝડપથી સામે આવી રહ્યાં છે અને ડોક્ટરોએ આ વિશે તૈયારી શરૂ કરી દીધી છે કે તેને નવા લક્ષણોમાં જલદી સામેલ કરવા જોઈએ. 


કોરોના: સંક્રમણની સ્થિતિ પર PM મોદીએ યોજી બેઠક, દિલ્હી સરકારના પ્રયત્નોની કરી પ્રશંસા


ડાયરિયા
બીજુ સૌથી મુખ્ય અને નવુ લક્ષણ માનવામાં આવી રહ્યાં છે કે ડાયરિયાથી પીડિત થનાર લોકોમાં આ વાતની આશંકા છે કે કોરોનાથી સંક્રમિત હોય. તેવા દર્દીઓમાં પણ અલગ-અલગ પ્રકારની સમસ્યાઓ જોવામળી અને જ્યારે તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તે પોઝિટિવ આવ્યા. તેથી કોઈ ડાયરિયાથી પીડિત છે તો તેને કોરોના વાયરસનો ટેસ્ટ જરૂર કરાવવાનું કહો. 


ઇમેટિક સમસ્યા
ઘણઆ લોકોને વારંવાર ઉબકા આવવાની સમસ્યા થી રહી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના મોટા ભાગના દર્દી લક્ષણો વગરના છે અને નવા-નવા લક્ષણો પણ સામે આવી રહ્યાં છે. આ નવા લક્ષણોમાં ઉબકા આવવાની સમસ્યાને પણ જોડવાની વાત કરવામાં આવી રહી છે. આવા લોકોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં ધ્યાન આવનારી વાત છે કે આ દર્દીઓને ઉબકા આવવાની સમસ્યાની સાથે સાથે શરીરના કોઈ ભાગમાં દુખાવો કે બેચેની અનુભવાતી હતી. વારંવાર ઉબકા આવવાની સમસ્યા નીંદર ન આવવાનું કારણ પણ હોઈ શકે છે. 


હાલ કોરોના વાયરસના મુખ્ય લક્ષણોમાં તાવ, શરદી, માથામાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગળામાં ખરાશ, ઉઘરસ સામેલ છે. પરંતુ હવામાન બદલવાની સાથે-સાથે કોરોના વાયરસના નવા લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube