WHO એ જતાવ્યો ભરોસો, આ વર્ષના અંત સુધીમાં ખતમ થઈ જશે કોરોના, પરંતુ...
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન દેશ અને દુનિયા માટે ચિંતાનો વિષય બનેલો છે કારણ કે તે ઝડપથી ફેલાય છે. ઓમિક્રોનના કારણે દુનિયાના અનેક દેશોમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ ચૂકી છે. દરરોજના લાખો નવા કેસ રિપોર્ટ થઈ રહ્યા છે.
ન્યૂયોર્ક: દુનિયા છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસના અલગ અલગ વેરિએન્ટ સામે લડી રહી છે. આવામાં તમામ લોકો હાલ કોરોના વાયરસથી થાકી પણ ગયા છે. લોકો એવું જ વિચારી રહ્યા છે કે આખરે ચીનના વુહાનથી ફેલાયેલી આ મહામારીનો અંત ક્યારે થશે? જેનો જવાબ લાગે છે કે મળી ગયો છે. હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ડો.ટ્રેડોસ અધાનોમ ગેબ્રેસિયસે (Tedros Adhanom Ghebreyesus) 2022માં આ મહામારીનો અંત થવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. પરંતુ આ માટે તેમણે એક શરત પણ જણાવી છે. જેમ કે શરૂઆતથી જ કહેવાઈ રહ્યું છે કે સંક્રમણથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના રસી છે. ત્યારે હવે ટેડ્રોસ અધનોમે પણ કહ્યું કે 2022 કોરોના મહામારીનું અંતિમ વર્ષ હોઈ શકે છે. પરંતુ આ માટે વિક્સિત દેશોએ પોતાની રસી બીજા દેશો સાથે શેર કરવી પડશે. તો આપણે આ સંક્રમણથી છૂટકારો મેળવી શકીશું.
રસી જમાખોર બની શકે છે બાધા
આ સાથે જ તેમણે કહ્યું કે કોરોના વાયરસ પોતાના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આવામાં વધુમાં વધુ વેક્સીનની પોલીસી આપણે લાગૂ કરવી પડશે. પૂરા ભરોસા સાથે WHO ના પ્રમુખે કહ્યું કે આ વર્ષ સુધીમાં મહામારીનો અંત થઈ જશે, પરંતુ રસી જમાખોર તેમાં બાધા બની શકે છે. આવામાં રસીની અસમાનતાએ જ ઓમિક્રોન વેરિએન્ટને ઉછરવા દીધો છે. આગળ તેમણે કહ્યું કે રસીની જેટલી અસમાનતા રહેશે એટલુ વધુ જોખમ બની રહેશે.
Video: જાણીતી ગાયિકાનું લાઈવ પરફોર્મન્સ દરમિયાન ટોપ સરકી ગયું, ઈજ્જત બચાવવા કર્યું આ કામ
અસમાનતાને ખતમ કરવી પડશે, ત્યારે જ મહામારીનો અંત સંભવ
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે 'જો આપણે રસીકરણ વિતરણ અસમાનતાને ખતમ કરી દઈએ તો મહામારીનો અંત સંભવ છે. ગ્લોબલ વેક્સીન ફેસિલિટી COVAX, WHO અને આપણા સહયોગી દુનિયાભરમાં તે લોકો માટે રસી, ટેસ્ટ-ઈલાજને સુલભ બનાવવા પર કામ કરી રહ્યા છે, જેની તેમને જરૂર છે.' આગળ તેમણે કહ્યું કે રસીથી અત્યાર સુધીમાં લાખો લોકોના જીવ બચાવાયા છે. ડોક્ટર્સ પાસે હવે કોવિડ-19થી રક્ષણ અને સારવાર માટે નવી દવાઓ અને મેડિકલ ટુલ્સ પણ ઉપલબ્ધ છે.
દુનિયાના અનેક ભાગ રસી લેવાના મામલે પાછળ
ટેડ્રોસે કહ્યું કે તાજા આંકડા જણાવે છે કે દુનિયાના અનેક એવા ભાગ છે જે રસીકરણ મામલે પાછળ છે. જેમાં બુરુંડી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ચાડ અને હૈતી જેવા દેશ સામેલ છે. આ દેશોમાં સંપૂર્ણ રીતે વેક્સિનેટ લોકોની વસ્તી એક ટકા કરતા પણ ઓછી છે. જ્યારે વધુ ઈન્કમવાળા દેશોમાં આ આંકડો 70 ટકાથી પણ વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આવામાં રસીકરણ અસમાનતાને પહોંચી વળવા માટે એક સામાન્ય જીવનમાં પાછા ફરવાની કલ્પના કરી શકીએ છીએ.
રણ માટે પ્રખ્યાત એવા આ વિસ્તારમાં ભારે હિમવર્ષાથી દંગ રહી ગયા લોકો, નાચવા લાગ્યા, જુઓ Video
અત્રે જણાવવાનું કે હાલમાં જ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે ભલે દુનિયાભરના અનેક દેશોમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો હોય પરંતુ હજુ પણ ગંભીર કેસોમાં એવો વધારો જોવા મળી રહ્યો નથી. આથી કહી શકાય કે કોરોના સામે લડવા માટે જે રસી ઉપલબ્ધ છે તે હજુ પણ સુરક્ષા આપી રહી છે.
ડો. સ્વામીનાથને પોતાની એક ટ્વીટમાં કહ્યું હતું કે આશા મુજબ જ ટી-સેલ ઈમ્યુનિટી ઓમિક્રોન વિરુદ્ધ સારી સુરક્ષા આપી રહી છે. તે આપણને ગંભીર બીમારીથી બચાવશે. જો તમે હજુ સુધી કોરોના રસી ન લીધી હોય તો જરૂર લઈ લેજો. અત્રે જણાવવાનું કે જો તમને અગાઉ કોરોના થઈ ચૂક્યો હોય કે તમે રસી લીધી હોય તો તમારા શરીરમાં ટી-સેલ ઈમ્યુનિટી બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube