જિનેવાઃ કોરોના વાયરસ વેક્સિનને લઈને વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ધેબિયસે મોટી જાહેરાત કરી છે. જિનેવામાં તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની એક પ્રામાણિક વેક્સિન તૈયાર થઈ શકે છે. તેમણે વેક્સિન ઉપલબ્ધ થવા પર સમાન વિતરણ નક્કી કરવા માટે બધા નેતાઓ વચ્ચે એકતા અને રાજકીય પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષના અંત સુધી બની જશે વેક્સિન
ટેડ્રોસે ડબ્લ્યૂએચઓના કાર્યકારી બોર્ડની બેઠકમાં કહ્યું કે, આપણા વેક્સિનની જરૂર પડશે અને આશા છે કે આ વર્ષના અંત સુધી આપણી પાસે વેક્સિન હોઈ શકે છે. અમને તેની આશા છે. આ બેઠકમાં ડબ્લ્યૂએચઓ કોરોના વાયરસ મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ કરી રહ્યું છે. 


વિશ્વની 10 ટકા વસ્તીને કોરોના
કોરોના વાયરસને લઈને સોમવારે થયેલી WHOના 34 સભ્યોની કાર્યકારી બોર્ડની બેઠકમાં ડો માઇકલ રેયાને કહ્યુ કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સંખ્યામાં પરિવર્તન થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેનો મતલબ તે નથી કે દુનિયાની મોટી વસ્તી ખતરામાં છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં દર 10માંથી 1 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. 


આ વર્ષના અંત સુધી વેક્સિન બનાવી લેશે ફાઇઝર
દિગ્ગજ દવા નિર્માતા કંપની ફાઇઝર કંપનીને આશા છે કે આ વર્ષ ઓક્ટોબરની શરૂઆતમાં તેને રેગુલેટરીથી અપ્રૂવલ મળી જશે અને વર્ષના અંત સુધી તે કોવિડ-19 વેક્સિન બજારમાં ઉતારી દેશે. ફાઇઝર પોતાના જર્મન ભાગીદાર બાયોએનટેકના સહયોગથી વેક્સિન વિકસિત કરી રહી છે. તેણે 10 કરોડ ડોઝ આપવા આટે અમેરિકી સરકારની સાથે લગભગ 2 અબજ ડોલરનો સોદો પણ કર્યો છે. 


ગાંજાથી થઈ શકે છે કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર, અભ્યાસમાં દાવો  


ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા પણ પાછળ નથી
યૂરોપિયન મેડિસન એજન્સી (EMA)એ ગુરૂવારે કહ્યું કે, તેણે ચોક્કસ સમયમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંભવિત COVID-19 વેક્સિનના આંકડાની સમીક્ષા શરૂ કરી દીધી છે, આ પ્રકારના પગલાનો ઉદ્દેશ્ય વેક્સિનના ક્ષેત્રમાં કોઈપણ મંજૂરીની પ્રક્રિયામાં ઝડપ લાવવાનો છે. આ વાતથી બ્રિટિશ વેક્સિનની સંભાવના વધી જાઈ છે, જેને COVID-19 વિરુદ્ધ એક સફળ વેક્સિનની દોડમાં આગળ માનવામાં આવી રહી છે. આ યૂરોપમાં નવા કોરોના વાયરસ બીમારીની સારવાર માટે મંજૂરી મેળવનાર પ્રથમ વેક્સિન બની છે. 


ડબ્લ્યૂએચઓના COVAX સાથે જોડાયા દુનિયાના 168 દેશ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવૈક્સ પરિયોજનાથી વિશ્વના 168 દેશ જોડાયા છે. પરંતુ અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન આ ગઠબંધનમાં સામેલ થયા નથી. તેનો ઇરાદો વેક્સિન ડેવલોપમેન્ટ, પ્રોડક્શન અને દરેક સુધી પહોંચ બનાવવાનો છે. આ કોલોબોરેશનનું નેતૃત્વ Gavi તરફથી કરવામાં આવી રહ્યું છે. Gavi એપિડેમિક પ્રિપેયર્ડનેસ ઇનોવેશન (CEPI) અને WHO નું ગઠબંધન છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube