ગાંજાથી થઈ શકે છે કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર, અભ્યાસમાં દાવો
અમેરિકાની સાઉથ કૌરોલિના યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદર ઉપર ગાંજાના ત્રણ અભ્યાસ કર્યાં છે. પરંતુ નિષ્કર્ષ પર પહોંચવા માટે હજુ વધુ સંશોધનની જરૂર છે અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તે લોકોને ખુદ ગાંજાના સેવન માટે પ્રોત્સાહિત કરી રહ્યાં નથી.
Trending Photos
ન્યૂયોર્કઃ કોરોના વાયરસના ગંભીર દર્દીઓની સારવાર ગાંજાથી શઈ શકે છે. એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની સાઉથ કૌરોલિના યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદર ઉપર ગાંજાના ત્રણ અભ્યાસ કર્યાં છે. પરંતુ નિષ્કર્ષ પર પહોંચવા માટે હજુ વધુ સંશોધનની જરૂર છે અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તે લોકોને ખુદ ગાંજાના સેવન માટે પ્રોત્સાહિત કરી રહ્યાં નથી. આમ કરવાથી લોકોની બીમારી વધી શકે છે.
પરંતુ અમેરિકામાં થયેલા સંશોધનોમાં સામે આવ્યું કે, ગાંજામાં રહેલ ટીએચસી (Tetrahydrocannabinol) પદાર્થથી કોરોના દર્દીઓની સારવાર થઈ શકે છે. હકીકતમાં THC લોકોને ખતરનાક ઇમ્યૂન રિસ્પોન્સથી બચાવી શકે છે જેનાથી હંમેશા દર્દી એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (ARDS)નો શિકાર થઈ જાય છે.
ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, કોરોનાના ગંભીર દર્દીઓમાં ARDSની સમસ્યા ખુબ સામાન્ય છે. આ કારણે દર્દીના મોત થાય છે. તો અમેરિકી અભ્યાસમાં સૌથી પહેલા તે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું THC ઇમ્યૂન રિસ્પોન્સને રોકી શકે છે.
બ્લેક હોલ સાથે જોડાયેલા રહસ્યોની શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર
અમેરિકાની યુનિવર્સિટીના ત્રણ અભ્યાસમાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા. પહેલા ઉંદરોને એક ટોક્સિન આપવામાં આવ્યું અને ત્યારબાદ THC આપવામાં આવ્યું. જોવામાં આવ્યું કે જે ઉંદરોને THC આપવામાં આવ્યું તેનો જીવ બચી ગયો. પરંતુ તે ઉંદરોના મોત થઈ ગયા જેને માત્ર ટોક્સિન આપવામાં આવ્યું હતું.
પરંતુ સંશોધકોએ ચેતવણી પણ આપી છે કે આ વિષય પર હજુ શોધ કરવાની જરૂર છે અને તે લોકોને ગાંજાનું સેવન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં નથી. પરંતુ હવે સંશોધકો ગાંજાની હ્યૂમન ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે. મહત્વનું છે કે અમેરિકાના કેટલાક રાજ્યોમાં ગાંજાનું સેવન કાયદા પ્રમાણે કાયદેસર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે