જિનેવા : કોરોના વાયરસ (Coronavirus) મુદ્દે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોની ટિકા સહી રહેલ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) હવે નવી પરેશાનીમાં ઘેરાતું જોવા મળી રહ્યું છે. WHO તરફથી પહેલા કહેવાયું હતું કે, ચીને તેને ગત્ત વર્ષે ડિસેમ્બરમાં જ કોરોના અંગે માહિત આપવામાં આવી હતી. જો કે હવે તેણે યુ ટર્ન લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગલવાન હિંસાના શહીદોના નામ પર હશે દેશના સૌથી મોટા કોરોના સેન્ટરના વોર્ડ

વિશ્વ સ્વાસ્થય સંગઠને કોરોના મુદ્દે જે નવી ટાઇમ લાઇન બનાવી હતી, તેમાં તેનો કોઇ જ ઉલ્લેખ નથી કે ચીને તેને કોરોના અંગે જણાવ્યું હતું. WHO નું આ પગલું તેની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ પેદા કરે છે. જેના કારણે પશ્ચિમી દેશોનાં આરોપોને બળ મળે છે કે, વૈશ્વિક સંસ્થાએ પારદર્શીતા જાળવી નહોતી. 


કાનપુર ઘર્ષણ: ચોબેપુર SO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબેને શોધવા 100 ટીમનો ધમધમાટ

અમારી સહયોગી ચેનલ WION આ મુદ્દે સતત તપાસ કરી રહી છે. તેના અનુસાર વિશ્વ સ્વાસ્થય સંગઠને ગુપચુપ રીતે આ ઘટનાઓને ક્રમ બદલી નાખ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. લગભગ 6 મહિના પહેલા WHOએ દાવો કર્યો કે ચીને 31 ડિસેમ્બર, 2019ના રોજ કોરોના અંગે તેને માહિતી આપી હતી. તેની તરફથી કહેવાયું હતું કે, વુહાન નગરપાલિકા સ્વાસ્થય પંચે વુહાનમાં ન્યુમોનિયા મુદ્દે રિપોર્ટ કર્યો અને અંતમાં કોરોના વાયરસની ઓળખ કરવામાં આવી. 


Coronavirus : તુટ્યા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં એટલા કેસ આવ્યા કે સરકાર પણ પરેશાન

WHO એ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ વાયરસની ઓળખ 31 ડિસેમ્બરે થઇ હતી અને ચીને તેને આ અંગે માહિતી આપી હતી. અપડેટ કરવામાં આવેલી નવી ટાઇમલાઇનમાં તારીખ એ જ છે પરંતુ WHO પોતાની વાતથી ફરી ગયું છે. હવે તેનું કહેવું છે કે, ચીનમાં WHO ના કન્ટ્રી ઓફીને મીડિયામાં વુહાન નગરપાલિકા સ્વાસ્થય પંચના હવાલાથી આવેલા સમાચારોથી વાયરલ ન્યૂમોનિયા અંગે માહિતી મળી હતી. WHOએ ખુબ જ ચાલાકીથી કોરોના વાયરસની ઓળખને ટાઇમલાઇનથી હટાવી દીધી. 


Coronavirus : 15 ઓગસ્ટે લોન્ચ થનારા રસી પર નિષ્ણાંતો શા માટે આશંકા વ્યક્ત કરી રહ્યા છે !
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મુદ્દે WHO પ્રમુખ જાહર રીતે ચીનની પ્રશંસા કરતા રહ્યા છે. તેમણે મહામારીનું રાજનીતિકરણ નહી કરવા માટેની પણ અપીલ કરી હતી. હવે તેઓ કહી રહ્યા છે કે કોરોના અંગે ચીને કોઇ માહિતી જ આપી નહોતી. ટાઇમલાઇનમાં કરાયેલા પરિવર્તને ન ચીનનો અસલી ચહેરો જાહેર કર્યો પરંતુ WHO ની વિશ્વસનીયતા પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર