કાનપુર ઘર્ષણ: ચોબેપુર SO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબેને શોધવા 100 ટીમનો ધમધમાટ

કાનપુર ઘર્ષણ કેસ (Kanpur Encounter) કેસમાં ચોબેપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનય તિવારીને આઇજી મોહિત અગ્રવાલે સસ્પેન્ડ કરી દીધો છે. કાનપુરનાં ચોબેપુરમાં થયેલા ઘર્ષણ મુદ્દે SO વિનય તિવારી (Vijay Tiwari) ની ભુમિકા શંકાસ્પદ રહી હતી. આઇજીએ કહ્યું કે, શંકાસ્પદ ભુમિકા તપાસમાં સામે આવી છે, આ અંગે કેસ પણ દાખલ થશે અને જરૂર પડ્યે જેલ ભેગો પણ કરવામાં આવશે. ચોબેપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનય તિવારીની STF દ્વારા પુછપરછ ચાલી રહી છે. તિવારી પર ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. પુષ્પરાજસિંહને ચોબેપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 
કાનપુર ઘર્ષણ: ચોબેપુર SO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબેને શોધવા 100 ટીમનો ધમધમાટ

કાનપુર : કાનપુર ઘર્ષણ કેસ (Kanpur Encounter) કેસમાં ચોબેપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનય તિવારીને આઇજી મોહિત અગ્રવાલે સસ્પેન્ડ કરી દીધો છે. કાનપુરનાં ચોબેપુરમાં થયેલા ઘર્ષણ મુદ્દે SO વિનય તિવારી (Vijay Tiwari) ની ભુમિકા શંકાસ્પદ રહી હતી. આઇજીએ કહ્યું કે, શંકાસ્પદ ભુમિકા તપાસમાં સામે આવી છે, આ અંગે કેસ પણ દાખલ થશે અને જરૂર પડ્યે જેલ ભેગો પણ કરવામાં આવશે. ચોબેપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનય તિવારીની STF દ્વારા પુછપરછ ચાલી રહી છે. તિવારી પર ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. પુષ્પરાજસિંહને ચોબેપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

યુપી STF દ્વારા પણ સમગ્ર ઘટનાક્રમનાં સાક્ષીઓની પુછપરછ ચાલી રહી છે. વિનય તિવારી પર એટલા માટે પણ વધારે શંકા વધારે મજબુત બની કારણે વિકાસ દુબેને પકડવા માટે ગયેલી પોલીસ ટીમમાં સૌથી પાછળ એ હતો. જ્યારે પોલીસ પર ગુનેગારોએ હુમલો કર્યો તો તે ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. 

પોલીસે વિકાસ દુબેનું ઘર તોડી પાડ્યું
પોલીસે કાનપુર ઘર્ષણ કેસનો મુખ્ય આરોપી વિકાસ દુબેનું ઘર તોડી પાડ્યું છે. પોલીસે શનિવારે આ કાર્યવાહી કરી હતી. બીજી તરફ તમામ ગુનેગારોને ઝડપી લેવા માટે યુપી પોલીસ દ્વારા 100થી વધારે ટીમ બનાવવામાં આવી છે. 10 હજાર જવાન વિકાસ દુબેને શોધી રહ્યા છે. જો કે વિકાસ દુબે અંગે હજી સુધી કોઇ માહિતી મળી શકી નથી. વિકાસ દુબેને આશરો આપનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહીની ચિમકી તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. 

મધ્યપ્રદેશ બોર્ડર સુધી પહોંચી યુપી પોલીસ
વિકાસ દુબેને શોધવા માટે પોલીસ મધ્યપ્રદેશ બોર્ડર સુધી પહોંચી છે. સુત્રો અનુસાર ગેંગસ્ટર બીહડ (ખીણ) માં છુપાયેલા હોવાની આશંકા છે. તમામ જિલ્લાની લોકલ પોલીસ એલર્ટ પર છે. વિકાસ દુબે સહીત 35 લોકો વિરુદ્ધ પોલીસે હથિયારોની લૂંટ, હત્યા અને સરકારી કામમાં દખલ જેવી અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. 

પોલીસે કોલ ડિટેલનાં આધારે તપાસ આદરી
વિકાસ દુબે હત્યાકાંડથી 24 કલાક પહેલા સુધીની કોલ ડિટેલ પોલીસે કાઢી છે. સુત્રો અનુસાર પોલીસ મહેકમના અનેક લોકો વિકાસના સંપર્કમાં હતા. કોલ ડિટેઇલ સામે આવી છે. જેના આધારે અંદાજ લગાવાઇ રહ્યો છે કે, પોલીસ રેડ થવાની છે. આ સમાચારને વિકાસ દુબે સુધી કોઇ પોલીસવાળા દ્વારા જ પહોંચાડવામાં આવી છે. 

જો કે આ અંગે પોલીસ અધિકારી કાંઇ પણ બોલવા માટે તૈયાર નથી. જો કે સુત્રો અનુસાર શંકાના વર્તુળમાં એક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, એક કોન્સ્ટેબલ (સિપાહી) અને એક હોમગાર્ડ પણ છે. ત્રણેયની કોલ ડિટેલ્સનાં આધારે પુછપરછ પણ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news