જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના એક નવા લક્ષણ પ્રત્યે વિશ્વને ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાંતોએ કહ્યું કે, બોલવામાં સમસ્યા થવી કોરોના વાયરસનું ગંભીર લક્ષણ  (Coronavirus Symptom)  છે. અત્યા ર સુધી વિશ્વના ડોક્ટર તે કહેતા હતા કે કફ કે તાવ રહેવો કોરોના વાયરસના મુખ્ય બે લક્ષણ છે. આરોગ્ય સંસ્થાની આ ચેતવણી તેવા સમયે આવી છે જ્યારે કોરોના વાયરસથી મૃત્યુઆંક 3 લાખને પાર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહામારીથી સાજા થયેલા લોકોનું કહેવું છે કે અન્ય લક્ષણોની સાથે-સાથે બોલવામાં મુશ્કેલી થવી કોરોના વાયરસથી સંક્રમિત થવાનું સંભવિત લક્ષણ છે. સંસ્થાના નિષ્ણાંતોનું કહેવું છે કે કોઈ વ્યક્તિને બોલવાની સાથે-સાથે ચાલવામાં સમસ્યા થતી હોય તો તેણે તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 


કોરોના વાયરસના આ છે ગંભીર લક્ષણ
ડબ્લ્યૂએચઓએ કહ્યું, 'કોરોના વાયરસથી પ્રભાવિત મોટા ભાગના લોકોને શ્વાસ લેવામાં હળવી મુશ્કેલી થઈ શકે છે અને કોઈ ખાસ સારવારથી ઠીક થઈ જશે. કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં સમસ્યા અને છાતીમાં દુખાવો અથવા દબાણ, બોલવાનું બંધ થવું કે ચાલવામાં સમસ્યા કોરોના વાયરસના ગંભીર લક્ષણ છે.'


અમેરિકાઃ 108 વર્ષની ઉંમરમાં કોરોના વાયરસને આપી માત, 'દરેક લિસ્ટમાં રહેવું છે ટોપ'  


નિષ્ણાંતોએ ચેતવણી આપી કે જો કોઈને આવી ગંભીર સમસ્યા થઈ રહી હોય તો તેણે તત્કાલ ડોક્ટરોની પાસે જવું જોઈએ. ડોક્ટરની પાસે જતાં પહેલા હેલ્પલાઇન નંબર પર એકવાર સલાહ જરૂર લો. તેમણે કહ્યું કે, બોલ વામાં સમસ્યા હંમેશા કોરોના વાયરસનું લક્ષણ હશે નહીં. ઘણીવાર બીજા કારણોથી પણ બોલવામાં સમસ્યા થાય છે. આ સપ્તાહે થયેલી એક અન્ય શોધમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસનું એક લક્ષણ મનોવિકૃતિ પણ છે.


વિશ્વમાં 3 લાખથી વધુ મૃત્યુ
વિશ્વભરમાં 47 લાખ જેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી લગભગ 3 લાખ 10 હજાર લોકોના મૃત્યુ થયા છે. તો 17 લાખ 77 હજારથી વધુ સ્વસ્થ થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર