અમેરિકાઃ 108 વર્ષની ઉંમરમાં કોરોના વાયરસને આપી માત, 'દરેક લિસ્ટમાં રહેવું છે ટોપ'


 ન્યૂજર્સીના ગવર્નર ફિલ મર્ફીએ ટ્વીટ કરીને સિલ્વિયાને સલામ કરી છે. તેમણે લખ્યુ, 'શાનદાર જિંદગી, ગજબ સ્પિરિટ અને તાકાતનો દમદાર નજારો.'

અમેરિકાઃ 108 વર્ષની ઉંમરમાં કોરોના વાયરસને આપી માત, 'દરેક લિસ્ટમાં રહેવું છે ટોપ'

ન્યૂજર્સીઃ કોરોના વાયરસને કારણે વિશ્વમાં સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. આ બીમારી મોટા ભાગે વૃદ્ધોને પોતાનો શિકાર બનાવી રહી છે, પરંતુ બે આંખો એવી પણ છે જે સદી પાર કર્યા બાદ હજુ ઘણું જોવાની હિંમત રાખે છે. 108 વર્ષના સિલ્વિયા ગોલ્ડશોલ 1918માં ફ્લૂથી લઈને કોરોના વાયરસની મહામારી સુધીના સાક્ષી બની ચુક્યા છે અને તેઓ ખુદને એક સર્વાઇવર ગણાવે છે. અમેરિકાના ન્યૂજર્સીમાં એલેનડેલમાં એક નર્સિંગ હોમમાં રહેનાર સિલ્વિયાએ કોરોનાને માત આપી તો તેઓ પણ એક વોરિયર બની ચુક્યા છે. 

દરેક લિસ્ટમાં છે ટોપ
જ્યારે 1918માં સ્પેનિશ ફ્લૂ આવ્યો હતો. ત્યારે સિલ્વિયા 7 વર્ષના હતા. તે ફ્લૂમાં આશરે 5 કરોડ લોકોના મોત થયા હતા. તેઓ કહે છે કે, હું કોઈપણ ભોગે બહાર નિકળી શકી, કારણ કે હું મજબૂત હતી. ચાર ભાઈ બહેનોમાં તે સૌથી નાના હતા અને આશરે 20 વર્ષ પહેલા સિલ્વિયા ન્યૂજર્સી આવીને વસી ગયા હતા. ન્યૂજર્સીના ગવર્નર ફિલ મર્ફીએ ટ્વીટ કરીને સિલ્વિયાને સલામ કરી છે. તેમણે લખ્યુ, 'શાનદાર જિંદગી, ગજબ સ્પિરિટ અને તાકાતનો દમદાર નજારો.'

કોરોનાથી પીડાતા અમેરિકાથી આવ્યાં ગુડ ન્યૂઝ, કોરોનાની 100 ટકા સફળ દવા મળી!

ઇટાલીમાં સાજા થયા 104 વર્ષના મહિલા
આ પહેલા ઇટાલીના અદા જોનુસોને કોરોના વાયરસને હરાવનાર વિશ્વના સૌથી મોટી ઉંમરના મહિલા માનવામાં આવતા હતા. 104 વર્ષીય અદા 17 માર્ચે ઉત્તરી ઇટાલીના બીલા વિસ્તારમાં બીમાર થયા હતા. અદાના પુત્રએ જણાવ્યુ, મને લાગ્યું કે આ કોરોના વાયરસ છે કારણ કે કેયર હોમમાં નંબર વધી રહ્યાં હતા. ત્યાં કેટલાકના મોત પણ થયા હતા. અદા સાજા થયા બાદ મોટી ઉંમરના દર્દીઓમાં પણ એક આશા જાગી હતી. 

સૌથી ખરાબ સ્થિતિ ન્યૂયોર્કની
ન્યૂજર્સીમાં અત્યાર સુધી 1 લાખ 46 હજાર કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા છે અને 10 હજાર 249 લોકોના મૃત્યુ થયા છે. દેશભરમાં અત્યાર સુધી 15 લાખ જેટલા કેસ નોંધાયા છે તો 89 હજાર લોકોના મૃત્યુ થયા છે.અમેરિકામાં સૌથી ખરાબ સ્થિતિ ન્યૂયોર્કમાં છે જ્યાં 3 લાખ 58 હજારથી વધુ કેસ સામે આવ્યા અને 27 હજાર કરતા વધુ મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news