`રસી એ કોઈ Silver Bullet નથી કે આંખના પલકારામાં કોરોનાને ખતમ કરી નાખશે`
કોરોના વાયરસ (Corona Virus) ના કેર સામે ઝઝૂમી રહેલી દુનિયા કાગડોળે રસીને વાટ જોઈ રહી છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને રસી અંગે ફરીથી ચેતવણી બહાર પાડી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના કેર સામે ઝઝૂમી રહેલી દુનિયા કાગડોળે રસીને વાટ જોઈ રહી છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને રસી અંગે ફરીથી ચેતવણી બહાર પાડી છે. WHO એ કહ્યું કે આ રસી (Corona Vaccine) કોઈ જાદુની ગોળી નથી જે કોરોના વાયરસને આંખના પલકારામાં ખતમ કરી નાખે. આપણે યથાર્થવાદી થવાની જરૂર છે. દુનિયામાં આ મહામારીનો પ્રકોપ લાંબા સમય સુધી રહેશે.
Corona Latest Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત
રસી કોઈ ચાંદીની ગોળી નથી, મહામારી લાંબા સમય સુધી ચાલશે
WHOના પશ્ચિમ પ્રશાંત વિસ્તારના રિજિયોનલ ડાઈરેક્ટર કસેઈ તાકેશીએ કહ્યું કે આ રસી કોઈ ચાંદીની ગોળી નથી જે નજીકના ભવિષ્યમાં મહામારીનો ખાતમો કરી નાખે. સુરક્ષિત અને પ્રભાવી રસીનો વિકાસ એક વાત છે પરંતુ તેનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરવું અને દરેક સુધી પહોંચાડવું જરૂરી છે. આ પ્રકિયા ક્ષેત્રના કેટલાક ભાગમાં શરૂ થઈ રહી છે પરંતુ સમાન વિતરણમાં સમય જશે.
હવે જાગી WHOની ટીમ, એક વર્ષ બાદ વુહાનમાં જઈ કોરોના ઉત્પત્તિની કરશે તપાસ
તમામ લોકો સુધી રસી પહોંચતા લાગશે બે વર્ષ
કસેઈએ કહ્યું કે વધુ જોખમ લેતા લોકોને બાદ કરીએ તો સામાન્ય નાગરિકો સુધી કોરોના વાયરસની રસી પહોંચવામાં 12થી 24 મહિનાનો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે યુવા સમૂહ કોરોનાને નિયંત્રિત કરનારા ઉપાયો અપનાવતા નથી. આવામાં આગામી રજાઓ દરમિયાન તેમના દ્વારા સંક્રમણ ફેલાવવાની શંકા છે. કોઈ પણ લક્ષણવાળા લોકો ક્રિસમસની રજાઓમાં પોતાના પ્રિયજનો કે પરિવારના અન્ય સભ્યોને સંક્રમિત કરી શકે છે.
ક્રિસમસ અંગે WHOએ આપી ચેતવણી
વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી બહાર પાડતા કહ્યું કે યુરોપમાં ક્રિસમસ દરમિયાન લોકો પોતાના મિત્રો અને પરિજનો સાથે ભેગા થશે. તેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ વધશે. આવામાં WHOએ અપીલ કરતા કહ્યું કે લોકો સંક્રમણને વધતું રોકવા માટે પોત પોતાની જવાબદારીઓ નિભાવે. સંગઠને એમ પણ કહ્યું કે મુલાકાતોને ઘરમાંથી બહાર રાખવાની કોશિશ કરો. જો બંધ હોલ કે રૂમમાં મળી રહ્યા હોવ તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને માસ્કનો ઉપયોય કરો.
ભારત પર વારંવાર પરમાણુ બોમ્બ ઝીંકવાની ધમકી આપતા પાકિસ્તાનના મંત્રી પર ફૂટ્યો 'સેક્સ બોમ્બ'
WHOના ડાઈરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેયિયસ પણ રસી અંગે ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે ઓગસ્ટ મહિનામાં જ કહ્યું હતું કે રસી કોઈ જાદુઈ ગોળી નહીં હોય કે કોરોના આંખના પલકારામાં ખતમ થઈ જશે. આપણે હજુ લાંબી મંજિલ કાપવી પડશે. આથી બધાએ સાથે મળીને પ્રયત્ન કરવા પડશે.
અમેરિકા અને બ્રિટનમાં રસીકરણ ચાલુ
અમેરિકા અને બ્રિટનમાં રસીકરણનું કામ યુદ્ધ સ્તરે ચાલુ છે. ફાઈઝરની રસીને અમેરિકામાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી મળી ગઈ છે. જ્યારે બ્રિટનમાં આ રસી હવે બધા લોકોને આપવામાં આવી રહી છે. આ રસીના વધુ ડોઝ માટે અમેરિકામાં અન્ય કંપનીઓની મદદ પણ લેવાશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube