સિયોલ: દક્ષિણ કોરિયાની એક મહિલા સાંસદ કલરફૂલ ડ્રેસને લઇને ટિકાનો શિકાર થઇ રહી છે. મહિલા સાંસદ Ryu Ho-Jeong તાજેતરમાં જ સાઉથ કોરિયાના પાર્લામેન્ટના સત્રમાં પહોંચી હતી. આ દરમિયાન તે ડિઝાઇનર કલરફૂલ ડ્રેસમાં જોવા મળી. સાંસદ તરીકે તેમનો આ ગ્લેમર અવતાર ઘણા લોકોને પસંદ ન આવ્યો અને તેમના પરવેશ વિશે ડિબેટ શરૂ થઇ ગઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા સાંસદ Ryu Ho-Jeong 28 વર્ષની ઉંમરમાં સાઉથ કોરિયાની રાષ્ટ્રીય એસેમ્બલીના સભ્યોમાં સૌથી યુવાન છે. જે તાજેતરમાં જ સંસદ સત્રમાં ડિઝાઇનર વ્રેપ ડ્રેસ પહેરેલી જોવા મળી જ્યારે બાકી બીજી મહિલા સંસદ સૂટમાં હતી. Ryu Ho-Jeong ના અવતાર પર બધાની નજર પડી. ખાસકરીને ત્યાંના સ્થાનિક મીડિયાની. કોરિયન મીડિયાએ Ryu Ho-Jeong ને પોતાના કેમેરમાં કેદ કરી. મીડિયામાં સમાન રૂપથી તેમની પ્રશંસા અને ટીકા કરવામાં આવી. 


સંસદમાં Ryu Ho-Jeong બાકી સભ્યોથી અલગ જોવા મળી રહી હતી. જ્યારે રિય સંસદમાં પોતાના ગ્લેમર ગેટઅપને લઇને ટિકાનો શિકાર થઇ છે તો તમામ લોકોએ તેમને સવાલ કર્યા. જોકે ઘણા લોકો રિયૂના પક્ષમાં પણ આવ્યા. 


રિયૂએ કહ્યું કે ''300 સીટવાળી સભામાં પુરૂષ વર્ચસ્વને પડકાર ફેંકવા માટે તેમના કપડાં ડિઝાઇન કરવામાં આવ્યા હતા, આ તે જ એસેમ્બલી છે જેમાં એપ્રિલની ચૂંટણી બાદ રેકોર્ડ 57 મહિલા સાંસદ છે. એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં રિયૂએ કહ્યું કે ''દરેક સંસદીય સત્રમાં, મોટાભાગના કાનૂનવિદ (lawmakers), પુરૂષ અને મિડલ એઝ વર્ગવાળા લોકો સૂટ અને ટાઇમાં જોવા મળ્યા છે, એટલા માટે તે પરંપરાને તોડવા માંગતી હતી.''
 
બકૌલ રિયૂ ''રાષ્ટ્રીય સભાનો અધિકાર આ સૂટ પર બનાવવામાં આવ્યો નથી.'' તમને જણાવી દઇએ કે રિયૂ સાઉથ કોરિયાઇ મહિલાઓના હિતમાં એક મોટા આંદોલનમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube