ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં બુધવારે સ્થાનીક મૌલવીઓની આગેવાનીમાં ટોળાએ એક હિંદુ મંદિરને તોડી દીધું હતું. એટલું જ નહીં કટ્ટરપંથીઓની ભીડે મંદિરને આગના હવાલે કરી દીધું હતું. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ઘણા લોકો મંદિરની દીવાલો અને છતને તોડતા જોવા મળી રહ્યાં છે. તો મંદિર પર ભીડે એ રીતે હુમલો કર્યો કે તેને વેરવિખેર કરી દીધું છે. મહત્વનું છે કે પાકમાં મંદિરને નુકસાન પહોંચડવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક મંદિરો પર હુમલા થતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂકદર્શક બની ગયું સ્થાનીક પ્રશાસન
વોયર ઓફ પાકિસ્તાન માઇનોરિટી નામના એક ટ્વિટર હેન્ડલથી પણ એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં મંદિર તોડી રહેલા લોકો સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાનના એક પત્રકાર પ્રમાણે હિંદુઓએ મંદિરના વિસ્તાર માટે તંત્રની મંજૂરી લીધી હતી, પરંતુ સ્થાનીક મૌલવીઓએ મંદિરને નષ્ટ કરવા માટે એક ભીડની વ્યવસ્થા કરી. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનીક તંત્ર અને પોલીસના અધિકારી મૂકદર્શક બની રહ્યાં કારણ કે મંદિર જમીનની નીચે ધસાયેલું હતું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube