Dangerous Viruses Shocking Study: કોરોના વાયરસની તબાહી ક્યારેય ભૂલી શકાશે નહીં. દુનિયાભરમાં કરોડો મોતનું કારણ બનેલા આ વાયરસનો ઉલ્લેખ કરવાથી પણ ડર લાગે છે. પરંતુ તેનાથી પણ મોટો ડર છે કે કોરોનાથી પણ ઘાતક વાયરસ હાજર છે, જે વિશ્વમાં ભયાનક મહામારી લાવી શકે છે. ચિંતાની વાત છે કે આ વાયરસ સામે લડવા માટે હજુ કોઈ સારવાર કે રસી ઉપલબ્ધ નથી. આવો તમને આ વાયરસ વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 ખતરનાક વાયરસ..
આગામી મહામારી માટે 30 ખતરનાક વાયરસ કે બેક્ટેરિયી જવાબદાર હોઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં આગામી મહામારીનું કારણ બની શકનાર રોગાણુઓનો ઉલ્લેખ છે અને તેની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. આ યાદીમાં ઈન્ફ્લુએન્ઝા એ વાયરસ, ડેન્ગ્યુ વાયરસ અને મંકીપોક્સ વાયરસને 'પ્રાયોરિટી પેથોજેન્સ'માં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદી બહાર પાડવા પાછળનો હેતુ સારવાર, રસી અને નિદાન વિકસાવવાના પ્રયાસોને વેગ આપવાનો છે. 


કોઈ રસી નહીં... કોઈ સારવાર નહીં
આ લિસ્ટને પૂરાવાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સંકેત મળે છે કે આ વાયરસ વધુ સંક્રામક અને ઘાતક છે અને તેના માટે કોઈ પ્રભાવી સારવાર ઉપલબ્ધ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના આર એન્ડ ડી બ્લૂપ્રિન્ટ ફોર એપિડેમિક્સના પ્રમુખ અના મારિયા હેનાઓ રેસ્ટ્રેપોએ કહ્યું કે પ્રાથમિકતા પ્રક્રિયા જ્ઞાનના ગંભીર અંતરને ઓળખવામાં મદદ કરે છે. જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.


આ પણ વાંચોઃ ડાયાબિટીસ કંટ્રોલ કરવા આ ફ્રૂટના જ્યુસનું કરો સેવન, થોડા દિવસમાં દેખાશે અસર


200થી વધુ વૈજ્ઞાનિકોનો અભ્યાસ
છેલ્લા બે વર્ષમાં 200થી વધુ વૈજ્ઞાનિકોએ 1652થી વધુ  સૂક્ષ્મજંતુઓની પ્રજાતિઓ - મોટે ભાગે વાયરસ અને કેટલાક બેક્ટેરિયાનું મૂલ્યાંકન કર્યું છે. આ અભ્યાસ બાદ 30 ઘાતક સૂક્ષ્મજંતુઓની ઓળખ કરવામાં આવી છે. જેમાં સાર્સ-કોવ-2.. જે વૈશ્વિક કોવિડ-19 મહામારીનું કારણ બન્યો અને મર્બેકોવાયરસ... જેમાં મધ્ય પૂર્વ શ્વસન સિન્ડ્રોમ (એમઈઆરએસ) નું કારણ બનનાર વાયરસ સામેલ છે. 2022માં વૈશ્વિક એમપોક્સ પ્રકોપનું કારણ બનેલ મંકીપોક્સ વાયરસને પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.


ઘણા ઘાતક વાયરસ આ લિસ્ટમાં સામેલ
શીતળાનું કારણ બનેલા વેરિઓલા વાયરસનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેને 1980માં ખતમ કરી દેવામાં આવ્યો હતો. લોકો હવે તે માટે રસી લઈ રહ્યાં નથી, તેથી તેની વિરુદ્ધ ઈમ્યુનિટી બની રહી નથી. વૈજ્ઞાનિકોએ તે ચેતવણી આપી કે વાયરસના સંભવિત રૂપથી આતંકવાદીઓ દ્વારા જૈવિક હથિયારના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. યાદીમાં અડધા ડઝન ઈન્ફલ્યુએન્ઝા A વાયરસ છે, જેમાં H5નો સમાવેશ થાય છે, જેણે યુનાઈટેડ સ્ટેટ્સમાં પશુઓમાં પ્રકોપ શરૂ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જળવાયુ પરિવર્તન અને ઝડપથી થતાં શહેરીકરણે આ વાયરસ મોટા પાયે ફેલાય તેનું જોખમ વધારી શકે છે.