ડાયાબિટીસ કંટ્રોલ કરવા આ ફ્રૂટના જ્યુસનું કરો સેવન, થોડા દિવસમાં દેખાશે અસર
Juice for Blood Sugar : લાલ રંગનું આ ફળ આપણા શરીરમાં આયરનની કમી પૂરી કરે છે, પરંતુ આ લાલ ફળનું જ્યુસ તમારા બ્લડ સુગર લેવલને પણ ઘટાડી શકે છે.
Trending Photos
Benefits Of Cherry Juice: શું તમારા ઘરમાં પણ ડાયાબિટીસના કોઈ દર્દી છે કે તમે ખુદ ડાયાબિટીસથી પીડિત છો અને તેને કંટ્રોલ કરવા માટે ઈંસુલિન લો છો અથવા દવાઓનું સેવન કરો છો? પરંતુ જો તમે નેચરલ રીતે ડાયાબિટીસ કંટ્રોલ કરવા ઈચ્છો છો અને સ્વાદની મજા માણવા ઈચ્છો છો તો અમે તમને તેવા એક ફળ વિશે જણાવીશું જે બ્લડ સુગર કંટ્રોલ કરી શકે છે. આ જ્યુસનું જો તમે દરરોજ સવારે સેવન કરશો તો તમારૂ બ્લડ પ્રેશર લેવલ ઘટી જશે.
બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરશે ચેરી
જી હાં, લાલ રંગની આ નાની ચેરી એક સુપર ફ્રૂટ છે, જે ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં અસરકારક માનવામાં આવે છે. તેનો જીઆઈ ઈન્ડેક્સ ખુબ ઓછો હોય છે, જે બ્લડ સુગર લેવલને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય ચેરીમાં વિટામિન સી અને ફાઈબર જેવા પોષક તત્વો પણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. આ સિવાય નાની ચેરીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આપણી મસલ્સ રિકવરી માટે ખુબ જરૂરી છે. તે હાર્ટને પણ ફાયદો પહોંચાડે છે અને ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે. ચેરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.
જ્યુસ બનાવવા માટે સામગ્રી
4 કપ તાજી ચેરી
1 કપ પાણી
સ્વાદાનુસાર સ્વીટનર
બનાવવાની પ્રક્રિયા
ચેરીને સારી રીતે ધોઈ લો. દાંડી અને બીજ દૂર કરો.
ચેરીને બ્લેન્ડરમાં મૂકો અને 1 કપ પાણી ઉમેરો. ચેરી સંપૂર્ણપણે ભળી જાય ત્યાં સુધી તેને બ્લેન્ડ કરો.
ત્યારબાદ ચેરીને ગાળો લો અને તેનો રસ કાઢી લો.
ચેરીના રસનો સ્વાદ ચાખો, જો તમને વધુ સ્વીટ પસંદ હોય તો તેમાં તમારી પસંદનું સ્વીટનર નાખો.
જરા ખાટા સ્વાદ માટે તમે લીંબુનો રસ નાખી શકો છો.
તૈયાર ચેરીનો રસ એક બોટલમાં ભરી લો. તમે તેને ફ્રિજમાં રાખી શકો છો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે