ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં છુપાયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની કોરોના વાયરસથી મોત થયાની અકટળો છે. પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મહત્વનું છે કે શુક્રવારે ગુપ્ત એજન્સીઓના હવાલાથી રિપોર્ટ આવ્યો હતો કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે. રિપોર્ટ અનુસાર, દાઉદ અને તેની પત્નીને કરાચીની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા છે. દાઉદના પર્સનલ સ્ટાફ અને ગાર્ડસને પણ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનીસે કહ્યુ- દાઉદ સ્વસ્થ
પરંતુ દાઉદ ઇબ્રાહિમના કોરોના સંક્રમિત થવાના રિપોર્ટસને તેના ભાઈ અનીસ અબ્રાહિમે નકાર્યા છે. અનીસે દાવો કર્યો કે, ભાઈ સહિત પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે અને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી. મહત્વનું છે કે અનીસ અબ્રાહિમ દાઉદની ડી-કંપની ચલાવે છે. 


અનીસ ચલાવે છે દાઉદનો બિઝનેસ
સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે એક અજાણી જગ્યા પરથી ફોન કરી જણાવ્યું કે, દાઉદના પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે. તેના પરિવારમાં કોઈને પણ કોરોના સંક્રમણ થયું નથી. અનીસ યૂએઈની લગ્ઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ સવિયા ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ચલાવે છે. 


લૉકડાઉન હટવાથી ભારતમાં ફાટી શકે છે 'કોરોના બોમ્બ', WHO નિષ્ણાંતની ચેતવણી


મુંબઈના ધમાકાનો માસ્ટરમાઇન્ડ
મહત્વનું છે કે દાઉદ ઇબ્રાહિમ 1993માં થયેલા મુંબઈ બોમ્બ ધમાકાનો માસ્ટરમાઇન્ડ હતો. આ આતંકી ઘટનામાં 13 ધડાકા થયા જેમાં 350 લોકોના મૃત્યુ થયા હતા અને 1200થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. 2003માં ભારત સરકારે અમેરિકી સાથે મળીને દાઉદને ગ્લોબલ ટેરરિસ્ટ (વૈશ્વિક આતંકવાદી) જાહેર કરી દીધો હતો. 


પાકિસ્તાન સેનાએ આપી શરણ
ભારતીય ગુપ્ત એજન્સીના ડરથી તેણે પાકિસ્તાનમાં શરણ લીધું છે. જ્યાં કરાચીમાં પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ તેની સુરક્ષામાં તૈનાત છે. ભારતે ઘણીવાર પૂરાવા આપ્યા છતાં પાકિસ્તાન હંમેશા પોતાને ત્યાં હોવાનો ઇનકાર કરી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર