Covid 19: વિશ્વમાં ઝડપથી ફેલાય રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ, યુરોપમાં ત્રીજી લહેરની ચેતવણી
ડબ્લ્યૂએચઓના યુરોપ મામલાના પ્રમુખ હંસ ક્લૂગેએ કહ્યુ કે, યુરોપમાં કોરોનાના નવા મામલામાં દસ સપ્તાહથી ઘટાડાનો દોર સમાપ્ત થવાનો છે. જો લોકો પ્રોટોકોલનું પાલન નહીં કરે તો વધુ એક લહેરને ટાળી શકાશે નહીં.
સંયુક્ત રાષ્ટ્રઃ વિશ્વમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો (Delta variant of Corona) કહેર વધી રહ્યો છે. તે ઝડપથી ફેલાય રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ જણાવ્યું કે, આ વેરિએન્ટ અત્યાર સુધી 96 દેશોમાં પહોંચી ચુક્યો છે. સાથે ચેતવણી આપી કે આવનારા મહિનામાં કોરોનાનું આ ખતરનાક સંક્રામક સ્વરૂપ વિશ્વભરમાં હાવી થઈ જશે. આ વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં સામે આવ્યું હતું. ડબ્લ્યૂએચઓના સાપ્તાહિક ડેટા અનુસાર મંગળવાર સુધી વિશ્વના 96 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટના મામલા સામે આવ્યા છે.
નવા વેરિએન્ટના હાવી થવાની આશંકા
તે સંભવ છે કે વાસ્તવિક આંકડા વધુ હોઈ શકે છે કારણ કે વાયરસના આ સ્વરૂપની ઓળખ માટે જીનોમ સીક્વેન્સિંગ ક્ષમતાઓ સીમિત છે. ઘણા દેશોએ જણાવ્યું કે, તેને ત્યાં ડેલ્ટાને કારણે સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલોમાં આ વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રની આ સ્વાસ્થ્ય એજન્સીએ ચેતવણી આવી કે આવનારા મહિનામાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધુ હાવી થવાની આશંકા છે.
આ પણ વાંચોઃ નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા
યુરોપમાં ત્રીજી લહેરની ચેતવણી
સમાચાર એજન્સી રોયટર અનુસાર, ડબ્લ્યૂએચઓએ યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી છે. ડબ્લ્યૂએચઓના યુરોપ મામલાના પ્રમુખ હંસ ક્લૂગેએ કહ્યુ કે, યુરોપમાં કોરોનાના નવા મામલામાં દસ સપ્તાહથી ઘટાડાનો દોર સમાપ્ત થવાનો છે. જો લોકો પ્રોટોકોલનું પાલન નહીં કરે તો વધુ એક લહેરને ટાળી શકાશે નહીં.
ડેલ્ટા સૌથી વધુ સંક્રામક
પાછલા સપ્તાહે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ધેબરેસસે કહ્યુ હતુ કે, અત્યાર સુધી કોરોનાના જેટલા વેરિએન્ટની ઓળખ થઈ છે, તેમાંથી ડેલ્ટા સૌથી વધુ સંક્રામક છે. આ વેરિએન્ટ તે લોકોમાં ઝડપથી ફેલાય રહ્યો છે, જેને કોરોનાની રસી લાગી નથી. તેમણે કહ્યું કે, કેટલાક દેશોએ પ્રતિબંધોમાં ઢીલ આપી છે, જેના કારણે વિશ્વમાં સંક્રમણ વધી રહ્યું છે. તાજા ડેટા પ્રમાણે આલ્ફા વેરિએન્ટના મામલા 172 દેશોમાં મળ્યા છે. બીટાના 120 અને ગામાના કેસ 72 દેશોમાં સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ Apple વોચે બચાવ્યો વ્યક્તિનો જીવ, ભાનમાં આવ્યો તો અધિકારીઓને પૂછ્યુ, તમને કોણે બોલાવ્યા?
સપ્ટેમ્બર સુધી 10 ટકા વસ્તીને વેક્સિન લગાવવાની અપીલ
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે ગુરૂવારે દરેક દેસને સપ્ટેમ્બર સુધી પોતાની દસ ટકા વસ્તીને કોરોના વેક્સિન લગાવવાની અપીલ કરી છે. આ સાથે તેમણે ચેતવણી આપતા કહ્યુ કે, જ્યાં સુધી આપણે દરેક જગ્યાએ મહામારી ખતમ નહીં કરીએ, ત્યાં સુધી તેને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાશે નહીં. તેમણે રસીકરણ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કેટલાક દેશ રસીકરણમાં ખુબ આગળ નિકળી ગયા છે, જ્યારે કેટલાક દેશ પાસે વૃદ્ધો અને સ્વાસ્થ્ય કર્મીઓને આપવા માટે પણ વેક્સિન નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube