PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા
પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે.
Trending Photos
લંડનઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે.
આ પહેલા બ્રિટનની અદાલતથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો હતો. યૂકે હાઈકોર્ટે 23 જૂને નિરવ મોદીના ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને નકારી દીધી હતી. આ રીતે તે પ્રત્યર્પણ રોકવા સંબંધી અપીલના પ્રથમ તબક્કાની લડાઈ હારી ગયો હતો.
Purvi Modi (sister of Nirav Modi )remitted an amount of USD 2316889.03 from the UK Bank account to the bank account of Government of India, Directorate of Enforcement. Thus, ED was able to recover appx. Rs.17.25 Crore (USD 2316889.03) from the Proceeds of crime. pic.twitter.com/nVKjO0lxGO
— ED (@dir_ed) July 1, 2021
ઉલ્લેખનીય છે કે બ્રિટનની ગૃહ મંત્રી પ્રીતિ પટેલે એપ્રિલમાં નીરવ મોદીને ભારત પ્રત્યર્પિત કરવાનો આદેશ આપ્યો હતો, જે છેતરપિંડી અને પૈસાની અવૈદ્ય હેરાફેરીના આરોપોથી ઘેરાયેલો છે. હાઈકોર્ટના જજની સામે નીરવની અપીલ 'દસ્તાવેજી' નિર્ણય કરવા સંબંધિત હતી કે શું તેને ભારતને પ્રત્યર્પિત કરવા સંબંધી ગૃહ મંત્રીના નિર્ણય કે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ અદાલતના ફેબ્રુઆરીના આદેશ વિરુદ્ધ અપીલનો કોઈ આધાર છે.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી પર કેટલાક બેન્ક ઓફિસરની સાથે મિલીભગત કરી (પીએનબી) ની સાથે કથિત રીતે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી આ સમયે લંડનની જેલમાં બંધ છે, તો ચોકસી ડોમિનિકાની જેલમાં છે. આ બન્ને વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તપાસ કરી રહી છે અને તેને ભારત પરત લાવવાનો પ્રયાસ જારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે