Desi Jugaad: આપણે બધુ જ શાળામાંથી શીખી શખતા નથી. કેટલીક વસ્તુઓ આપણને આપણી આસપાસની ગતિવિધીઓ પરથી શીખવા મળે છે. આપણે આપણી પાસેથી શીખીએ છીએ કે શું સાચું છે અને શું ખોટું છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજાને મદદરૂપ થાય, તેને મદદ કરે, ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરે અને બીજાના દુખ: અને વેદનાને સમજે, તે સારો વ્યક્તિ કહેવાય છે. જો કે આજની ભાગદોડની દુનિયામાં માનવતા ભાગ્યે જ જોવા મળે છે. લોકો તેમના વ્યવસાય અથવા કામમાં વ્યસ્ત છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો તેની મદદ કરવાનો કોઈની પાસે સમય નથી.


રસ્તા પર પલળી રહેલા વ્યક્તિની જેસીબીએ કરી મદદ
જો કે, દુનિયામાં કેટલાક એવા લોકો છે જે હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે છે. આને લગતો એક હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોક્કસથી વખાણ કરશો. દેશી જુગાડ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પડી રહ્યો છે, આવી સ્થિતિમાં ટુ વ્હીલર સહિતના કેટલાક વાહનો રસ્તા પર ફસાઈ ગયા છે. હવે તમે વિચારતા જ હશો કે વરસાદમાં ટુ વ્હીલર ભીનું થયું કે નહીં, પણ એવું થયું નહીં. બાઇક સવાર વરસાદમાં ભીંજાઈ શક્યો ન હતો અને તેનું કારણ એ હતું કે જેસીબી ચાલકે તેને ભીના થવાથી બચાવવામાં મદદ કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube