નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે ઇબોલાની શોધ કરનાર ડોક્ટરે ચેતવણી આપી છે કે દુનિયામાં કોવિડ-19ની જેમ વધુ એક મહામારી ઝડપથી ફેલાઇ રહી છે. આ મહામારીને Disease X કહેવામાં આવી રહ્યું છે અને આ ઇબોલાની જેમ ખુબ ઘાતક છે. વર્ષ 1976માં ઇબોલા વાયરસની શોધ કરવામાં સહાયતા આપનાર પ્રોફેસર જીન0જૈક્સ મુયેમ્બેએ તામફૂમે કહ્યુ કે, માનવતા અગણિત સંખ્યામાં નવા વાયરસનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે, આફ્રિકાના નવોમાંથી નવા અને ઘાતક વાયરસના પેદા થવાનો ખતરો ઉભો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંગોની મહિલામાં રહસ્યમય તાવના લક્ષણ મળ્યા
અમેરિકી ટીવી ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રોફેસર જીને કહ્યુ, 'આપણે આજે એક એવી દુનિયામાં છીએ જ્યાં નવા વાયરસ બહાર આવશે. આ વાયરસ માનવતા માટે ખતરો બની જશે.' તેમણે કહ્યું કે, મારૂ માનવુ છે કે ભવિષ્યમાં આવનારી મહામારી કોરોના વાયરસથી વધુ ખતરનાક હશે અને તે વધુ તબાહી મચાવનાર હશે. આ પહેલા કાંગોના ઇગેંડેમાં એક મહિલા દર્દીને લોહી આવવા સાથે તાવ (Hemorrhagic)ના લક્ષણ જોવા મળ્યા હતા. આ મહિલાની ઇબોલાની તપાસ કરાવવામાં આવી પરંતુ તે નેગેટિવ આવી છે. તેમણે નવો વાયરસ કોરોનાની તરફથી ઝડપથી ફેલાઇ શકે છે પરંતુ તેનાથી મૃત્યુ પામનારની સંખ્યા ઇબોલાથી 50થી 90 ટકા વધુ છે. 


આ પણ વાંચોઃ હવે માત્ર 10 સેકંડમાં જ થઈ જશે કોરોના પોઝિટિવની ઓળખ, આવી ગઈ છે લેટેસ્ટ ટેસ્ટિંગ કિટ


જાણો, શું છે ઇબોલાથી વધુ ઘાતક Disease X મહામારી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે Disease X મહામારી હજુ પરિકલ્પના છે પરંતુ જો તે ફેલાય છે તો વિશ્વમાં તેનાથી તબાહી આવશે. પ્રોફેસર જીને પહેલીવાર રહસ્યમય વાયરસથી પીડિત દર્દીના બ્લડ સેમ્પલ લીધા હતા ત્યારબાદમાં ઇબોલા નામ આપવામાં આવ્યું હતું. ઇબોલા વાયરસની પ્રથમવાર જાણકારી મળી તો યામબૂકૂ મિશન હોસ્પિટલમાં 88 ટકા દર્દીઓ અને 80 ટકા કર્મચારીઓના મોત થયા હતા. ઇબોલા થવા પર લોહી વહેવા લાગતું હતું અને દર્દીનું મોત થતું હતું. પ્રોફેસર જીને જે નમૂનાને લીધા હતા, તેને બેલ્જિયમ અને અમેરિકા મોકલવામાં આવ્યા જ્યાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, લોહીમાં વાર્મના આકારનો વાયરસ હાજર છે. હવે પ્રોફેસર જીને ચેતવણી આપી છે કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવનાર ઘણી અન્ય બીમારીઓ આવવાની છે. 


અત્યાર સુધી જાનવરોમાંથી મનુષ્યોમાં આવી છે અનેક બીમારીઓ
અત્યાર સુધી યલો ફેવર, ઘણા પ્રકારના ઇન્ફ્લુએન્જા રેબીઝ અને અન્ય બીમારીઓ પશુઓમાંથી મનુષ્યોમાં આવી ચુકી છે. તેમાંથી મોટાભાગની ઉંદર કે કીડાને કારણે આવી છે. તેનાથી પ્લેગ જેવી મહામારી દુનિયામાં આવી ચુકી છે. 


નિષ્ણાંતોનું કહેવું છે કે પશુઓના આવાસ ખતમ થઈ રહ્યાં છે અને વન્યજીયોનો વેપાર વધ્યો છે. આ કારણે વાયરસ ફેલાવાના કેસ વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જો પ્રાકૃતિક આવાસ ખતમ થઈ જશે તો મોટા જાનવરો ખતમ થઈ જશે પરંતુ ઉંદરચ ચામાચિડીયા અને કીડા બચી જાય છે. સાર્સ, મર્સ અને કોરોના વાયરસ પણ પશુઓમાંથી મનુષ્યોમાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ચીનના વુહાન શહેરથી નિકળેલો કોરોના વાયરસ પણ ચામાચિડીયામાંથી આવ્યો છે. વુહાનથી આવેલા કોરોના વાયરસે લાખો લોકોના જીવ લીધા છે. 


આ પણ વાંચોઃ કોરોના રસીને મંજૂરી મળ્યા બાદ PM મોદીએ કહ્યું- 'વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર'


દર ત્રણ-ચાર વર્ષમાં આવી રહ્યો છે એક નવો વાયરસ
બ્રિટનના એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના સંશોધન પ્રમાણે દરેક ત્રણથી ચાર વર્ષના અંતરમાં એક નવો વાયરસ વિશ્વમાં આવી રહ્યો છે. વિશ્વવિદ્યાલયના પ્રોફેસર માર્ક વૂલહાઉસ પ્રમાણે મોટાભાગના વાયરસ પશુઓમાંથી આવી રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, જો જંગલી જાનવરોને કાપવામાં આવ્યા તો ઇબોલા અને કોરોના વાયરસ જેવી મહામારી આવતી રહેશે. તેમણે કહ્યું કે, વુહાન જેવી વેટ માર્કેટમાં રાખવામાં આવેલ જીવિત જાનવર વધુ મોટો ખતરો છે અને આ જાનવરોમાં ગમે તેની અંદર 'Disease X' મહામારી હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ પહેલા પણ આ પ્રકારના જીવિત જાનવરોની બજારને મનુષ્યોમાં ફેલાનાર બીમારીઓ જેમ કે ફ્લૂ અને સાર્સ માટે તેને જવાબદાર ઠેરવ્યા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube