ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોના વાયરસના વધતા કેસોની સાથે સાથે 'ટ્રમ્પ ડેથ ક્લોક' પણ ચર્ચામાં છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર એક મોટો બિલબોર્ડ લગાવવામાં આવેલુ છે. જેનું નામ છે ટ્રમ્પ ડેથ ક્લોક. આ ક્લોકમાં કોરોનાના ભરડાના કારણે થયેલા એવા મોતની સંખ્યા દર્શાવવામાં આવે છે. જે સરકારી બેદરકારી અને ઉદાસીનતાના કારણે થયા. ટ્રમ્પ ડેથ ક્લોકને ફિલ્મ નિર્માતા યૂઝીન જેર્કીએ ડિઝાઈન કરી છે અને આ મહામારીના પ્રકાપોના કરાણે ખાલી પડેલી ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગના સૌથી ઊંચા સ્થાને લગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સાથે વાતચીત માટે તૈયાર નથી અમેરિકા, બિઝનેસ કરારને લઇને ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન


યૂઝીનનું જેર્કીનું કહેવું છે કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધા હોત તો અનેક લોકોના જીવ બચી શક્યા હોત. ટ્રમ્પ ડેથ ક્લોક મુજબ સરકારની બેદરકારીના કારણે સોમવાર સુધીમાં 48,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે અમેરિકામાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 80,000થી વધુ છે. જેના કરાણે જો યૂઝીન જેર્કીનું માનીએ તો સમય પર આકરા નિર્ણયો લાગુ કરાયા હોત તો અમેરિકામાં મોતનો આંકડો અડધા કરતા વધુ ઓછો કરી શકાયો હોત. 


અમેરિકાનો દાવો: કોરોનાની રસી પર થઈ રહેલા રિસર્ચની ચોરી કરવા માંગે છે ચીન, વધાર્યા સાઈબર હુમલા


જેર્કીનું કહેવું છે કે ટ્રમ્પ ડેથ ક્લોક એ ધારણા પર આધારિત છે કે જો ટ્રમ્પ પ્રશાસને 16 માર્ચની જગ્યાએ 9 માર્ચથી જ સોશિયલ ડિસ્ટન્સિંગને ફરજિયાત રીતે લાગુ કર્યું હોત અને શાળાઓ તથા અન્ય સંસ્થાઓ વગેરે બંધ કરાવવામાં આવ્યાં હોત તો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોવિડ 19થી થયેલા 60 ટકા મોતોને અટકાવી શકાય તેમ હતું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube