અમેરિકાનો દાવો: કોરોનાની રસી પર થઈ રહેલા રિસર્ચની ચોરી કરવા માંગે છે ચીન, વધાર્યા સાઈબર હુમલા
Trending Photos
નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસનો કેર યથાવત છે અને દરેક દેશ તેની રસી શોધવામાં લાગ્યો છે. આ બાજુ કોરોનાને લઈને અમેરિકા સતત ચીન પર આરોપ લગાવી રહ્યું છે. હવે અમેરિકા કહે છે કે ચીન કોવિડ 19 વેક્સીન (covid-19 vaccine)નો રિસર્ચ ચોરી કરવા માંગે છે.
સાઈબર હુમલાઓના કારણે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. અમેરિકાની ટોચની એજન્સીઓ કોવિડ 19ના રિસર્ચની ચોરી ન કરવા અંગેની કડક ચેતવણી બહાર પાડવાની તૈયારી કરી રહી છે.
અમેરિકાનો દાવો છે કે લોકડાઉન દરમિયાન ચીનના સૌથી કુશળ હેકર્સ કોરોના વાયરસ પર તૈયાર થઈ રહેલા રિસર્ચને ચોરી કરવા માટે અમેરિકા પર સાઈબર હુમલા વધારી રહ્યાં છે. એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી હવે તેના પર કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. પ્રીમીયર ચિકિત્સા અનુસંધાન કેન્દ્રોથી લઈને વિશ્વવિદ્યાલય વિભાગો, હોસ્પિટલો સુદ્ધા સુધી, ઘાતક વાયરસનો ઈલાજ શોધવામાં સામેલ તમામ લોકોને સતર્ક કરવામાં આવશે.
અમેરિકાને શંકા છે કે ચીનના અનેક ચોર આ કામમાં લાગ્યા છે અને તે અમેરિકાના ડેટાબેઝથી વધુ દૂર નથી. તૈયાર થયેલી વોર્નિંગમાં લખવામાં આવ્યું છે કે ચીન પોતાના ગેરકાયદેસર માધ્યમોથી વેક્સીન, ઉપચાર અને પરીક્ષણ સંબંધિત કિમતી દસ્તાવેજ અને પબ્લિક હેલ્થ ડેટા શોધી રહ્યું છે.
ચીન આમ કેમ કરી રહ્યું છે?
બિનપરંપરાગત સાધનો દ્વારા. રાષ્ટ્રીય ગુપ્તચર અને સુરક્ષા કેન્દ્રના જણાવ્યાં મુજબ અમેરિકી વેપારમાં ચીનની ચોરીથી અમેરિકાને દર વર્ષે 300થી 600 બિલિયન ડોલરનું નુકસાન થાય છે. શું તેને ચીનનું પ્રોક્સી યુદ્ધ ગણી શકાય?
આવું પહેલીવાર થયું નથી કે ચીન પર જાણકારીની ચોરીનો આરોપ લાગ્યો છે. એપ્રિલ બાદથી જ અમેરિકા સતત કહી રહ્યું છે કે ચીન અમેરિકી પ્રયોગશાળાઓની જાસૂસી કરી રહ્યું છે.
અમેરિકાએ વિશ્વવિદ્યાલયોમાં સૂચના ચોરીના રિપોર્ટ બાદ ચીનના વિદ્યાર્થી કાર્યક્રમો ઉપર પણ નકેલ કસવાનો વિચાર કર્યો હતો. દાવાની તપાસ માટે એક સેનેટ સમિતિની રચના કરાઈ હતી. તેમના રિપોર્ટે એવો દાવો કર્યો હતો કે ચીન વ્યવસ્થિત ઢબે અમેરિકી રિસર્ચની ચોરી કરી રહ્યું છે.
ચીન પર સૈન્ય ટેક્નોલોજીની ચોરી કરવાની કોશિશનો પણ આરોપ લાગેલો છે. પેન્ટાગન રિપોર્ટ, સેનેટ રિપોર્ટ, ન્યૂઝ રિપોર્ટ, તમામે દાવો કર્યો હતો કે ચીન અમેરિકાના પ્રભુત્વને ખતમ કરવા માટે સૈન્ય ટેક્નોલોજીની ચોરી કરવા માંગે છે.
જુઓ LIVE TV
બે વર્ષ અગાઉ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ સાઈબર હુમલા રોકવા માટે વિશેષાધિકાર અપાયા હતાં. આ ઉપરાંત યુકે પણ રશિયા અને ઈરાન પર બ્રિટિશ વિશ્વવિદ્યાલયોને હેક કરવાનો આરોપ લગાવે છે. અહીં પણ કારણ વેક્સિન રિસર્ચ ડેટા ચોરીનો છે. જો આ ટ્રેન્ડ રહ્યો તો વાયરસ લેબમાં થયેલા મૌખિક હુમલા સાઈબર યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
જ્યારે ચીનને આ આરોપો અંગે પૂછવામાં આવ્યું તો તેણે વિક્ટિમ કાર્ડ જ ફેંક્યું. જ્યારે દુનિયા ઘાતક મહામારીની સારવારની રાહ જોઈ રહી છે ત્યારે દુનિયાની બે મહાશક્તિઓ એકબીજાના રિસર્ચ પ્રોજેક્ટમાં વિધ્નો નાખવામાં લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે