વોશિંગ્ટન: ટ્વિટર દ્વારા સંદિગ્ધ ગતિવિધિઓ માટે એકાઉન્ટ દૂર કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોલોવર્સની સંખ્યા ઓછી થઇ ગઇ છે. ટ્વિટર પર સુરક્ષાના પગલે બંને નેતાઓના ફોલોવર્સની સંખ્યા એક બે નહી પરંતુ લાખોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાણકારી અનુસાર ડોનાલ્ડ ટ્રંપના એક લાખ અને પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચાર લાખ ફોલોવર્સ ઓછા થઇ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રંપ અને ઓબામા પાસે બચ્યા આટલા ફોલોવર્સ
સમાચારોના અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રંપના 5.34 કરોડ ફોલોવર્સમાંથી લગભગ એક લાખ ઓછા થઇ ગયા, જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના 10.4 કરોડ ફોલોવર્સમાંથી ચાર લાખ ઓછા થઇ ગયા છે.

આજે પુત્રી મરિયમની સાથે પાકિસ્તાન પરત ફરશે નવાજ શરીફ, એરપોર્ટ થશે ધરપકડ


ફેક યૂજર્સથી બચવા માટે ભર્યું પગલું
વોશિંગ્ટન પોસ્ટના સમાચાર અનુસાર માઇક્રો બ્લોગિંગ સાઇટનું આ પગલું પોતાના પ્લેટફોર્મને વધુ સ્વચ્છ બનાવવા માટે આ પગલુંભર્યું છે ટ્વિટર સ્પેમ, ટ્રોલિંગ અને અન્ય આપત્તિજનક ગતિવિધિઓથી ભરેલું રહ્યું છે. ટ્વિટર પર દર મહિને 33.6 કરોડ લોકો લોગ ઇન કરે છે, પરંતુ તેમાંથી ઘણી પ્રોફાઇલ મહીના એકવાર પણ સક્રીય નથી. 


ઘણા લોકપ્રિય નેતાઓના એકાઉંટમાંથી ઓછા થયા ફોલોવર્સ
કંપનીએ જણાવ્યું કે તેના આ પગલાંથી છ ટકા ફોલોવર્સ પ્રભાવિત થઇ શકે છે અને ઘણા લોકપ્રિય એકાઉંટમાં આગામી અઠવાડિયામાં ફોલોવર્સમાં ઘટાડો આવી શકે છે.