ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે આ દિવસે થશે રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ ડિબેડ
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના બંન્ને દાવેદારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે 29 સપ્ટેમ્બરે પ્રથમ ડિબેટ થશે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે ચૂંટણી છે. આ ચૂંટણી માટે બંન્ને ઉમેદવારોએ તૈયારી કરી લીધી છે.
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક વિરોધી જો બાઇડેન વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ સત્તાવાર ડિબેટ (રાષ્ટ્રપતિ પદની ચર્ચા) 29 સપ્ટેમ્બરે થશે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે ત્રણ વખત આ પ્રકારની ડિબેટ થશે. 'ફોક્સ ન્યૂઝ'ના જાણીતા એન્કર ક્રિસ વાલાસ પ્રથમ ડિબેટનું સંચાલન કરશે.
'સી-સ્પૈન નેટવર્ક્સ'ના સ્ટીવ સ્કલી 15 ઓક્ટોબરે મિયામી (ફ્લોરિડા)મા થનારી બીજી ડિબેટ અને 'એનબીસી ન્યૂઝ'ના ક્રિસ્ટન વેલકર 20 ઓક્ટોબરે નૈશવિલે (ટેનેસી)મા ત્રીજી ડિબેટનું સંચાલન કરશે. ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સ (61) અને ઉપરાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ (55) વચ્ચે સાત ઓક્ટોબરે ઉટાના સોલ્ટ લેકમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ડિબેટ થશે.
'યૂએસ ટૂડે'ના પત્રકાર સુસન પેજ તેનું સંચાલન કરશે. બધી ચાર ડિબેટ 'કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ' (સીબીડી) તરફથી આયોજીત કરવામાં આવી રહી છે. આ ડિબેટ 90 મિનિટની હશે. ઓગસ્ટમાં, સીપીડીએ રાષ્ટ્રપતિ પદ માટે સપ્ટેમ્બરની શરૂઆતમાં ડિબેટનું આયોજન કરાવવાના ટ્રમ્પના અભિયાન દળની વિનંતીને ઠુકરાવી દીધી હતી. તો ટ્રમ્પે રવિવારે પત્રકારોને કહ્યુ હતું કે ન્યૂજર્સીના પૂર્વ ગવર્નર ક્રિસ ક્રિસ્ટી અને ન્યૂયોર્કના પૂર્વ મેયર રૂડી હિલિયાની તેમને ડિબેટ તૈયારી કરવામાં મદદ કરી રહ્યાં છે.
ચીનમાં હજારો લોકોને અપાઈ રહી છે 'Unproven' કોરોનાની રસી, લોકોના જીવ જોખમમાં
ટ્રમ્પે બાઇડેનના 'ડ્રગ્સ ટેસ્ટ' કરાવવાની માગ કરી
આ પહેલા ટ્રમ્પે ટ્વીટ કરીને ડિબેટ પહેલા બાઇડેનનો ડ્રગ ટેસ્ટ કરાવવાની માગ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું, 'હું ડિબેટ પહેલા કે બાદમાં જો બાઇડેનના ડ્રગ ટેસ્ટ કરાવવાની માગ કરુ છું. હું ખરેખર તે કરાવવા માટે તૈયાર છું. ડિબેટમાં તેમનું પ્રદર્શન હંમેશા અસમાન રહ્યું છે. માત્ર ડ્રગ જ આ વિસંગતતાનું કારણ હોઈ શકે છે.' સંવાદદાતા સંમેલનમાં એક સવાલના જવાબમાં ટ્રમ્પે એકવાર ફરી બાઇડેન સાથએ ડિબેટ પહેલા ડ્રગ ટેસ્ટ કારવવાની માગ રિપીટ કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube