કાશ્મીર પર વિવાદિત નિવેદન બાદ ટ્રમ્પે કેમ કહ્યું- PM મોદી ખુબજ શાનદાર વ્યક્તિ છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરમાં કાશ્મીર પર આપેલા વિવાદિત નિવેદન બાદ તેમના સુર એકદમ બદલાઇ ગયા છે. હાલમાં તેમણે નિવેદન આપતા સ્પષ્ટ પણ કહ્યું કે કાશ્મીર પર તેમની મધ્યસ્થતાની રજૂઆત પીએમ મોદીની ઇચ્છા પર નિર્ભર કરે છે
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરમાં કાશ્મીર પર આપેલા વિવાદિત નિવેદન બાદ તેમના સુર એકદમ બદલાઇ ગયા છે. હાલમાં તેમણે નિવેદન આપતા સ્પષ્ટ પણ કહ્યું કે કાશ્મીર પર તેમની મધ્યસ્થતાની રજૂઆત પીએમ મોદીની ઇચ્છા પર નિર્ભર કરે છે. જો પીએમ મોદી ઇચ્છે તો તેઓ મધ્યસ્થતા માટે તૈયાર થઇ શકે છે. આ સાથે જ પીએમ મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ ખુબજ શાનદાર વ્યક્તિ છે.
આ પણ વાંચો:- માઇક પોમ્પિયોથી મળ્યા વિદેશ મંત્રી, કહ્યું કશ્મીર ભારત-PAK વચ્ચેનો મુદ્દો
ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેંગકોકમાં મુલાકાત ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, કાશ્મીર પર આ બંને નેતાઓની સાથે ખુલીને વાત થઇ છે.
આ પણ વાંચો:- નાપાક હરકતોથી બાજ નહીં આવે પાક, કુલભૂષણને રાજદ્વારી પ્રવેશ આપવા મુકી 2 શરતો
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, તે સંપૂર્ણ રીતે પીએમ મોદી પર નિર્ભર કરે છે (મધ્યસ્થતાની રજૂઆત). આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, ભારતે તેમની મધ્યસ્થતાની રજૂઆતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન ઇમરાન ખાનથી પણ મળ્યો... હું સમજુ છું કે ખાન અને પીએમ મોદી શાનદાર વ્યક્તિ છે. હું સમજુ છું કે, તે બંને સાથે મળીને સારૂ કામ કરી શકે છે. પરંતુ જો તેઓ કોઇની મધ્યસ્થતા અથવા મદદ ઇચ્છે છે તો અમે તૈયાર છીએ. મારી આ મામલે બંને નેતાઓ સાથે વાત થઇ છે. કાશ્મીર મુદ્દો લાંબા સમયથી વિવાદિત છે.
આ પણ વાંચો:- ઉન્નાવ રેપ કેસ: CBI કોર્ટમાં હાજર થશે કાર અકસ્માતના આરોપી ટ્રક ડ્રાઇવર-ક્લીનર
આ સાથે જ જ્યારે ટ્રમ્પથી પૂછ્યુ કે શું ભારત અથવા પાકિસ્તાને તેમની મધ્યસ્થાની રજૂઆતનો સ્વીકાર કર્યો છે તો તેમણે કહ્યું કે, ના, તેમણે સ્વીકાર કર્યો નથી.
દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...