અમેરિકામાં કોરોના કહેરથી લગભગ 1 લાખ લોકોના મોત, ગોલ્ફ રમતા જોવા મળ્યા ડોનાલ્ડ ટ્રંપ
`રોમ જલ રહા થા ઓર નીરો બાંસુરી બજા રહા થા`, આ કહેવત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર સચોટ બેઠા છે. કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિાકામાં મૃત્યુઆંક એક લાખની નજીક છે
વોશિંગ્ટન: 'રોમ જલ રહા થા ઓર નીરો બાંસુરી બજા રહા થા', આ કહેવત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર સચોટ બેઠા છે. કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિાકામાં મૃત્યુઆંક એક લાખની નજીક છે, જ્યારે ટ્રમ્પ ગોલ્ફ રમવા માટે તેમનો સમય વિતાવી રહ્યા છે. કોરોના વાયરસને કારણે માર્ચમાં વ્હાઇટ હાઉસ દ્વારા રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવામાં આવી હોવાથી, ટ્રમ્પ શનિવારે વોશિંગ્ટનમાં તેમની ક્લબની મુલાકાતે આવ્યા હતા તે દર્શાવવા માટે કે બધું સામાન્ય છે.
આ પણ વાંચો:-અમેરિકામાં કોરોનાથી મૃત્યુનો આંકડો એક લાખની નજીક, ન્યૂયોર્ક ટાઈમ્સે અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ
ટ્રંપનો મોટરસાયકલ ચાલક તેમને વ્હાઇટ હાઉસથી નેશનલ ગોલ્ફ ક્લબ લઈ ગયો. ટ્રંપ અહીં સફેદ ટોપી અને સફેદ પોલો શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. 8 માર્ચ પછી ગોલ્ફ કોર્ટમાં પહેલીવાર બન્યું હતું જ્યારે ટ્રમ્પે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર તેની ક્લબની મુલાકાત લીધી હતી.
આ તે જ અઠવાડિયાના અંતે થયું જ્યારે તેઓ માર-એ-લાગોં રિટ્રીટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને મળ્યા, અને જેના પ્રેસ સચિવ બાદમાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. વ્હાઇટ હાઉસના કેટલાક કર્મચારીઓ, જેઓ આ પ્રેસ સહયોગીના સંપર્કમાં હતા, બાદમાં ક્વોરન્ટાઇનમાં જતા રહ્યાં પરંતુ પરીક્ષણમાં કોઈ પણ ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યા નહીં.
આ પણ વાંચો:-અમેરિકાનું જબરદસ્ત લેટેસ્ટ હથિયાર, કરોડો ડોલર ખર્ચ કર્યા વગર દુશ્મનની મચાવી શકે તબાહી
13 માર્ચે ટ્રંપે એક જાહેરાત કરી જેમાં કોવિડ -19 મહામારીને 'નેશનલ ઇમરજન્સી' ગણાવી હતી.
આ મહામારીથી અત્યારસુધીમાં 1,622,605 અમેરિકાના લોકો સંક્રમિત થયા છે અને 97,087 લોકોના મોત થા છે. 20 જાન્યુઆરીના અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. ટ્રંપ આ વાતને ફેલાવવા માગે છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું છે. જો કે, કોરોના વાયરસના કહેરથી મોતની સંખ્યા સતત વધી રહી છે અને આવનારા દિવસમાં તે 100,000થી વધારે થવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube