વ્હાઇટ ગાઉનમાં પ્રી-વેડિંગ શૂટ કરાવી રહી હતી દુલ્હન, જોરદાર બ્લાસ્ટ થયો, પછી...
લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે (4 ઓગસ્ટ)ના રોજ ભીષણ વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધી લગભગ 135 લોકોના જીવ થઇ ચૂક્યા છે અને 5 હજારથી વધુ લોકો ઘાયલ છે. બ્લાસ્ટના ઘણા વીડિયોઝ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે.
બેરૂત: લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે (4 ઓગસ્ટ)ના રોજ ભીષણ વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધી લગભગ 135 લોકોના જીવ થઇ ચૂક્યા છે અને 5 હજારથી વધુ લોકો ઘાયલ છે. બ્લાસ્ટના ઘણા વીડિયોઝ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે.
આ દરમિયાન બેરૂતથી અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં વ્હાઇટ ગાઉનમાં શૃંગાર સજીને સુંદર દુલ્હન હસતાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી રહી છે. ત્યારે અચાનકથી વાદળોને ભેદતો બોમ્બ બ્લાસ્ટનો અવાજ આવે છે પછી બધુ ચકનાચૂર થઇ જાય છે.
20 વર્ષની લેબનાનની દુલ્હન Israa Seblani આ દ્વશ્ય જોઇને ગભરાઇ જાય છે. બ્લાસ્ટથી પેદા થયેલી ધ્રુજારીથી દુલ્હનનો ફોટોશૂટ કરી રહેલો કેમેરામેન પણ પોતાની જગ્યાએથી ક્યાંય દૂર જઇને પડે છે. બ્લાસ્ટની ગર્જનાથી ચારેય તરફ અફરા તફરી મચી ગઇ.
ફોટોશૂટ કરનાર મહિલા યૂનાઇટેડ સ્ટેટમાં ડોક્ટર તરીકે કામ કરે છે. 3 અઠવાડિયા પહેલાં જ પોતાના લગ્ન માટે બેરૂત પહોંચી હતી. બ્લાસ્ટના એક દિવસ બાદ 29 વર્ષની દુલ્હન અને 34 વર્ષના તેમના બિઝનેસમેન પતિએ આ સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવ્યું કે તેના પર શું વીતિ.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube