રિયાધઃ દક્ષિણ સાઉદી આરબમાં એક નાગરિક વિમાન મથક પર યમનના વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં સીરિયાના એક નાગરિકનું મોત થઈ ગયું છે, જ્યારે અન્ય 21 નાગરિકો ઘાયલ થયા હતા. સાઉદી આરબના નેતૃત્વવાળા એક ગઠબંધને આ માહિતી આપી છે. સૈનિક ગઠબંધન દ્વારા જણાવાયું છે કે, ઈરાન સાથે સ્થાનિક તણાવ વચ્ચે આભા વિમાન મથક પર થયેલા આ હુમલામાં મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટના કાચ તુટી ગયા હતા અને 18 વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાયલ લોકોમાં સાઉદી આરબ, ઈજિપ્ત, ભારત અને બાંગ્લાદેશના નાગિરકોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં 3 મહિલા અને બે બાળકો પણ છે. ઈજાગ્રસ્તેનો નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા છે. 


2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ... એક રિપોર્ટ તો કંઈક આવું જ કહે છે


ઉલ્લેખનીય છે કે, ઈરાન સાથે સંબંધિત હુતી વિદ્રોહીઓએ આ મહિનામાં અનેક વખત ડ્રોન અને મિસાઈલથી કરેલા હુમલાઓમાં નાગરિક સુવિધા કેન્દ્રો અને જાહેર સ્થળોને નિશાન બનાવ્યા છે. આ અગાઉ પણ વિદ્રોહીઓએ રાજ્યના દક્ષિણમાં આવેલા આભા અને જીઝાન વિમાન મથક પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. 


સૈનિક ગઠબંધને એક નિવેદનમાં સરકારી સાઉદી પ્રેસ એજન્સીને જણાવ્યું કે, 'ઈરાન સમર્થિત હુતી મિલિશિયાએ આભા આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર આતંકવાદી હુમલો કર્યો છે, જેમાં એક સીરિયન નાગરિકનું મોત થયું છે અને અન્ય 21 નાગરિક ઘાયલ થયા છે.'
આભા વિમાન મથક દ્વારા આ હુમલા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવી માહિતી જરૂર જાહેર કરાઈ છે કે, વિમાન મથક પર પરિવહન પ્રક્રિયા નિયમિત રીતે શરૂ થઈ ગઈ છે અને તમામ કામકાજ સામાન્ય રૂપે ચાલી રહ્યું છે. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....