કેનેડામાં  ભણતા ગુજરાતીઓ અને અન્ય ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર છે. કારણ કે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને કેનેડાની સરકાર તરફથી એક ઈમેઈલ મળી રહ્યો છે જેમાં તેમના માર્ક્સ અને એટેન્ડેન્સની ડિટેલ્સ માંગવામાં આવી રહી છે. આ ઈમેઈલ આવતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ ભારતમાં તેમના એજન્ટ્સનો સંપર્ક કરી રહ્યા છે. જેમણે તેમની કેનેડામાં ભણવાની વ્યવસ્થા કરી હતી. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની સરકારના ઈમિગ્રેશન, રેફ્યૂજી એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC) તરફથી ઈમેઈલમાં વિદ્યાર્થીઓ પાસે સ્ટડી પરમિટ અને એજ્યુકેશન રેકોર્ડ માંગવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCC તરફથી આ મેઈલ એવા સમયે આવી રહ્યા છે જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા બે વર્ષ કે તેનાથી વધુ સમય માટે વેલિડ છે. વાત જાણે એમ ચે કે સરકારે એક પહેલ શરૂ કરી છે જે હેઠળ ડેઝિગનેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યૂશન (DLIs) અને વિદ્યાર્થીઓ પાસે ઈમિગ્રેશનના કડક નિયમોનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સરકાર ચેક કરે છે કે DLIs અને વિદ્યાર્થીઓ દ્વારા ઈમિગ્રેશન કાયદા અને અભ્યાસના નિયમોનું પાલન થાય છે કે નહીં. DLIs એવી સંસ્થાઓ છે કે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે. 


શું કહે છે વિદ્યાર્થીઓ
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં ઈમેઈલ મેળવનારા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આ ઈમેઈલ ઔપચારિક પૂછપરછ જેવા છે જેમાં વિદ્યાર્થીઓએ પુરાવા સાથે જણાવવાનું છે કે તેઓ કેનેડામાં ભણવા માટે એકેડેમિક અને ઈમિગ્રેશનના નિયમોનું પાલન કરે છે કે નહીં. જો કોઈ યોગ્ય રીતે જવાબ ન આપી શકે કે પુરતા પુરાવા ન આપે તો તેનો અર્થ એ છે કે તે નિયમનું પાલન કરતા નથી. આવું ધ્યાનમાં આવે તો વિદ્યાર્થીની સ્ટડી પરમિટ રદ થઈ શકે છે અને તેમને તેમના દેશ પાછા મોકલવામાં આવી શકે છે. 


અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે અમે ચિંતિત છીએ કારણ કે આવા કડક ઉપાયોનો અર્થ એકેડેમિક અને ઈમિગ્રેશનના નિયમોનું પાલન કરવા માટે દબાણ વધારવાનો છે. અમારામાંથી અનેક લોકોને હવે એવું લાગી રહ્યું છે કે જો અમે ભૂલથી કે પછી જાણી જોઈને ક્લાસ છોડીને કે  DLIs બદલી અને પછી આ અંગે IRCC ને ન જણાવીએ તો કેનેડામાં અમારું ભવિષ્ય અંધારમય થઈ શકે છે. 


કેનેડામાં જ ભણતા અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું કે જો કે અમને સલાહ આપવામાં આવી રહી છે કે ગભરાવવાની જરૂર નથી. ભલે અમે સરકારને જણાવ્યાં વગર DLIs બદલી હોય પરંતુ આમ છતાં આપણે ચિંતા કરવી જોઈએ નહીં. આવું એટલા માટે કારણ કે આપણે સાબિત કરવાનું છે કે આપણે નવી સંસ્થામાં અભ્યાસ કરીએ છીએ અને અભ્યાસમાં અમારો રેકોર્ડ પણ સારો છે. હાલ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ તરત ઈમેઈલનો જવાબ આપે. 


કોને મોકલે છે મેઈલ
મીડિયા રિપોર્ટ મુજબ એજ્યુકેશન કન્સલ્ટન્ટનું માનીએ તો સામાન્ય રીતે એવા વિદ્યાર્થીઓને ઈમેઈલ જઈ રહ્યા છે જેમણે IRCC ને જણાવ્યાં વગર પોતાની કોલેજ બદલી હો કે પછી કોર્સ. કેનેડામાં DLIs ને બદલવાની મંજૂરી હોય છે પરંતુ તેની જાણકારી IRCC ને આપવી પણ જરૂરી છે. જેમનો એકેડેમિક પરફોર્મન્સ સારું નથી, એડેન્ડેન્સ ઓછી છે, પરીક્ષામાં નિષ્ફળ ગયા છે, જેમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કે પછી કોલેજ ડ્રોપઆઉટ કરી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને ઈમેઈલ જઈ રહ્યા છે.