વોશિંગટનઃ સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક અબજોપતિ બિઝનેસમેન એલન મસ્ક (Elon Musk) એ જાહેરાત કરી છે કે આ વર્ષના અંત સુધી મનુષ્યોના મગજમાં કમ્પ્યૂટર ચિપ લગાવવાની યોજના શરૂ કરી દેવામાં આવશે. મસ્કે કહ્યુ કે, જો બધુ બરાબર રહે તો ન્યૂરાલિંક નામથી શરૂ કરવામાં આવેલ બ્રેન કમ્પ્યૂટર ઇન્ટરફેસ સ્ટાર્ટઅપને મનુષ્ય ટેસ્ટ એટલે કે હ્યૂમન ટ્રાયલ આ વર્ષના અંત સુધી શરૂ કરવામાં આવશે. આ સ્ટાર્ટઅપમાં બનેલી ચિપને પહેલા જાનવરો પર ટેસ્ટ કરવામાં આવી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂરોની સમસ્યાઓથી છુટકારો મળવાનોદાવો
મસ્કે આ સ્ટાર્ટઅપને 2016મા સેન ફ્રાન્સિસ્કો બે એરિયામાં શરૂ કર્યું હતું. તેના દ્વારા અલ્ઝાઇમર, ડિમેન્શિયા અને કરોડરજજુની ઈજા જેમ ન્યુરોલોજિકલ સમસ્યાઓની સારવારમાં મદદ કરવા માટે માનવ મસ્તિષ્કમાં એક કમ્પ્યૂટર ઇન્ટરફેસને પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય છે. આ પરિયોજનાથી મસ્કનું ભવિષ્યનું લક્ષ્ય મનુષ્યો અને કૃત્રિમ બુદ્ધિમતા (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ0 વચ્ચે સંબંધોની માહિતી મેળવવાનો છે. 


આ પણ વાંચોઃ ખેડૂતોના પ્રદર્શનોની આડમાં ભારતને બદનામ કરનારા લોકોને અમેરિકાનો જોરદાર તમાચો!


ટ્વીટના જવાબમાં મસ્કે જણાવી યોજના
એલન મસ્કે (Elon Musk)  આ જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક યૂઝરના ટ્વીટ બાદ આપી છે. આ યૂઝરે ખુદને હ્યૂમન ટ્રાયલમાં સામેલ કરવાની વિનંતી પણ કરી હતી. યૂઝરે લક્યુ કે, 20 વર્ષ પહેલા થયેલા એક કાર અકસ્માતમાં ખભાની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. હવે હું હંમેશા તમારા ન્યૂરાલિન્ક ક્લિનિકલ ટ્રાયલ માટે હાજર છું. તેના જવાબમાં મસ્કે કહ્યુ કે, પરીક્ષણ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. 


વર્ષના અંત સુધી હ્યૂમન ટ્રાયલ શરૂ કરવાની તૈયારી
મસ્કે લખ્યુ કે, ન્યૂરાલિન્ક પ્રસ્થાપિત સુરક્ષા નક્કી કરવા માટે ખુબ ઝડપથી મુશ્કેલ કાર્યને કરી રહ્યાં છે. તેઓ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેટિવ (FDA) ની સાથે સતત સંપર્કમાં છે. જો તમામ વસ્તુ યોગ્ય રહી તો આ વર્ષના અંતમાં હ્યૂમન ટ્રાયલ કરવામાં સક્ષમ થઈ શકીએ છીએ. 


આ પણ વાંચોઃ Greta Thunberg વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ, કિસાન આંદોલન પર ભડકાઉ ટ્વીટ કરવાનો આરોપ


પશુઓના મગજમાં લગાવવામાં આવી છે ચિપ
રવિવારે મસ્કે ખાનગી સોશિયલ એપ ક્લબહાઉસ પર એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે ન્યૂરાલિન્કને એક વાંદરાના મગજમાં એક વાયરલેસ ઇમ્પ્લાન્ટ કરી. ત્યારબાદ તેણે માત્ર પોતાના મગજની મદદથી વીડિયોગેમ રમી. આ પહેલા ન્યૂરાલિન્ક સૂઅરના મગજમાં પણ ચિપ્સ લગાવીને ટ્રાયલ કરી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube