ઈસ્લામાબાદ : ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે સવારે પાક અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના પ્રમુખ સ્થાનને તબાહ કરવામાં આવ્યું છે. જેના બાદ પાકિસ્તાનમાં ઈમરજન્સી મીટિંગ બોલવવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ વિદેશ કાર્યાલયમાં એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં પૂર્વ વિદેશ સચિવ તથા વરિષ્ઠ ડિપ્લોમેટ્સ ભાગ લેશે. જેમાં હાલની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. પાકિસ્તાની સમાચાર ડોનની વેબસાઈટમાં પ્રકાશિત આ સમાચારમાં માહિતી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે હુમલો કર્યાનો ખુદ પાકિસ્તાને આ Photosથી આપ્યો પુરાવો 


સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની તરફથી પીઓકેમાં બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં સવારે 3.30 કલાકે આ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલામાં બાલાકોટમાં જૈશના કન્ટ્રોલ રૂમને સમગ્ર રીતે નષ્ટ કરી દેવામાં આવ્યું છે. 


જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ

વાયુસેનાએ બતાવેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ની બહાદુરીના સમાચાર વાંચો એક ક્લિક પર...