નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સવારથી ડરામણા સમાચાર આવી રહ્યા છે. દરેક જગ્યાએ યુદ્ધની સ્થિતિ છે અને લોકોમાં ભયનો માહોલ છે. આવી સ્થિતિમાં યુક્રેનની એક મહિલાની રડતી તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.


Russia-Ukraine war Live Update: યૂક્રેનમાં અંતોનોવ એરપોર્ટ પર રશિયાનો કબજો, હુમલામાં અનેક નાગરિકોએ ગુમાવ્યા જીવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પાસેથી મદદની આશા
યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સારા છે. નવી દિલ્હી (ભારત) યુક્રેન-રશિયા વિવાદને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં અમે પીએમ નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમારા રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સકીનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ.


યુક્રેને 7 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા
આવા ભયજનક વાતાવરણ વચ્ચે યુક્રેનિયન મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ અત્યાર સુધીમાં 7 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા છે. રશિયા દ્વારા અલગ દેશ તરીકે માન્યતા પ્રાપ્ત લુહાન્સ્ક પ્રાંતમાં યુક્રેને રશિયાના સાતમા ફાઈટર પ્લેનને તોડી પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube