US Elections 2020: અડધાથી વધુ વોટરોની પસંદ કમલા હેરિસ, બનશે પ્રથમ અશ્વેત-મહિલા ઉપરાષ્ટ્રપતિ?
Kamala Harris: અમેરિકાના અડધાથી વધુ 51% મતદાતાનું માનવુ છે કે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને દેશના ઉપરાષ્ટ્રપતિ બનવું જોઈએ. NBC ન્યૂઝ શોના એક એક્ઝિટ પોલમાં આ વાત સામે આવી છે.
વોશિંગટનઃ અમેરિકાના અડધાથી વધુ 51% મતદાતાનું માનવુ છે કે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને દેશના ઉપરાષ્ટ્રપતિ બનવું જોઈએ. NBC ન્યૂઝ શોના એક એક્ઝિટ પોલમાં આ વાત સામે આવી છે. સર્વેમાં સામે આવ્યું કે હેરિસની ઉમેદવારીનો વિરોધ 43 ટકા લોકોએ કર્યો છે. હેરિસની સામે મેદાનમાં છે રિપબ્લિકન કેન્ડિડેટ માઇક પેન્સ.
હેરિસ રચશે ઈતિહાસ?
હેરિસને બે તૃતીયાંશ આફ્રિકી-અમેરિકીઓ અને લેટિન વોટરોનું સમર્થન મળ્યું છે. પરંતુ હેરિસને માત્ર અડધાથી ઓછા વાઇટ અને એશિયન વોટરોનું સમર્થન મળ્યું છે. જો હેરિસ ચૂંટાય તો તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર બેસનારા પ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હશે. તો ચૂંટણીના દિવસે સીનેટર હેરિસ મિશિગનના ડિટ્રોઇટમાં ગ્રેટર ગ્રેસ ટેમ્પલ પોલિંગ સ્ટેશન પર અચાલક પહોંચ્યા. આ વિસ્તાર મુખ્યત્વે અશ્વેત વોટરોનો છે. તેમણે અહીં આવીને લોકોને લાઇનમાં ઉભા રહી બેલેટથી મત આપવા માટે આભાર માન્યો હતો.
લોકોને મતદાન કરવાની અપીલ
હેરિસે કહ્યું- લોકોએ લાઇનમાં ઉભા રહીને મતદાન કરવા માટે પ્રેરિત કરો, આ વધુ હોઈ શકે પરંતુ જ્યારે આપણે આ વિશે વિચારીએ કે આપણે શું ઈચ્છીએ છીએ, આપણા બાળકો, પરિવાર, સમાજ, આગામી પેઢી માટે આગામી ચાર વર્ષમાં શું ઈચ્છીએ છીએ. જે આપણને તેના બદલામાં મળવાનું છે, તેની તુલના આ (મતદાન કરવું) ઠીક નથી.
રાત પડી જવાના કારણે કાઉન્ટિંગ રોકવામાં આવ્યું, 5 કલાક બાદ ફરી શરૂ થશે ગણતરી
બે મત નક્કી કરશે પરિણામ
હેરિસે કહ્યું, મિશિગને 2016ની ચૂંટણીનો નિર્ણય મિશિગનની દરેક પ્રીસિન્ક્ટના એવરેજ બે મતના આધારે થયો હતો. બે મત! શું તમે વિચારી શકો કે આપણે આજે બીજા બે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી શકીએ તો તે નક્કી થઈ શકે છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. તો બીજીતરફ હેરિસના અંકલ જી બાલાચંદ્રને કહ્યુ કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતે થે તો અમેરિકાને ભગવાન બચાવી શકશે. અમેરિકા હજુ જટિલ સ્થિતિમાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube