આને કહેવાય નસીબનો ચમકારો! આ ગામના લોકો રાતોરાત એક જ ઝટકે લખપતિ બની ગયા
એક અબજપતિ બિઝનેસમેને પોતાના પૈતૃક ગામના લોકોને એક એવું સરપ્રાઈઝ આપ્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એક જ ઝટકે આખું ગામ માલામાલ થઈ ગયું. બધા લખપતિ બની ગયા. હવે આ ગામવાળા બિઝનેસમેન પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે. બિઝનેસમેને જણાવ્યું કે આખરે આ કામ માટે તેણે કેમ આ જ ગામની પસંદગી કરી?
અહીં અમે જે બિઝનેસમેનની વાત કરી રહ્યા છીએ તે પ્રોપર્ટી ડેવલપર Booyoung Group ના સંસ્થાપક લી જોંગ ક્યૂનની છે. 82 વર્ષના જોંગ સાઉથ કોરિયાના છે. હાલમાં જ તેમણે સનચિઓન સિટીના એક નાનકડા ગામ અનપયોંગ-રીના લોકોને લગભગ 58-58 લાખ રૂપિયા દાનમાં આપ્યા. તેમણે ગામના વિદ્યાર્થીઓમાં હિસ્ટ્રીની બૂક્સ અને ટૂલસેટ પણ વહેંચ્યા.
ધ કોરિયન હેરાલ્ડના રિપોર્ટ મુજબ આ અનપયોંગ રી ગામમાં કુલ 280 પરિવાર રહે છે. અબજપતિ જોંગે તમામ પરિવારને 58-58 લાખ રૂપિયા આપ્યા. એટલું જ નહીં તેમણે સ્કૂલ ટાઈમના મિત્રોને પણ લાખો રૂપિયા ગિફ્ટમાં આપ્યા. બધુ મળીને જોંગે કુલ 1500 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું. લોકો તેમની આ દરિયાદિલીના ખુબ વખાણ કરી રહ્યા છે.
કેમ ગામમાં વહેંચ્યા આટલા અધધધ પૈસા
જોંગની કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ પૈસા તેમણે આભાર વ્યક્ત કરવા માટે ગામવાળાને આપ્યા છે. દાનના પૈસા જોંગના વ્યક્તિગત ફંડમાંથી રિલીઝ કરવામાં આવ્યા. એક સમય એવો હતો જ્યારે જોંગે ખુબ જ ગરીબી ઝેલી હતી અને ત્યારે ગામના કેટલાક લોકોએ તેમને ખુબ સપોર્ટ કર્યો હતો. આવામાં હવે પોતે સક્ષમ થતા તેમણે આભાર વ્યક્ત કરવા માટે કેશની વહેંચણી કરી.
મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી
ગુજરાત HC એ રાહુલ ગાંધીને ન આપી રાહત, હવે આગળ શું, છેલ્લો રસ્તો કયો?
ખાવાનું ગળેથી ઉતારવામાં પડતી હતી મુશ્કેલી, ડોક્ટરોએ ગળું તપાસ્યું તો હોશ ઉડી ગયા
1941માં જન્મેલા જોંગે 1970માં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે તેમની કુલ સંપત્તિ દોઢ લાખ કરોડ રૂપિયા જેટલી છે. તેઓ સાઉથ કોરિયાના ટોપના ધનિકોમાં સામેલ છે. એક સાધારણ પરિવારમાંથી આવીને બિઝનેસ ટાઈકુન બનવાની તેમની કહાની ખુબ જ પ્રેરણાદાયક છે. જોંગ ચેરિટી માટે મશહૂર છે. જો કે તેઓ ટેક્સ ચોરી અને ફ્રોડ કેસમાં અરેસ્ટ પણ થઈ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube