ખાવાનું ગળેથી ઉતારવામાં પડતી હતી મુશ્કેલી, ડોક્ટરોએ ગળું તપાસ્યું તો હોશ ઉડી ગયા

Latest Gujarati News: સિંગાપુરના ટેન ટોક સેંગ હોસ્પિટલના ડોક્ટરે જ્યારે એક 55 વર્ષના વ્યક્તિની ફૂડ પાઈપ (અન્નનળી) જોઈ તો સ્તબ્ધ થઈ ગયા. દર્દીને ભોજન કર્યા બાદ કોળિયા ગળવામાં મુશ્કેલી પડી રહી હતી. તે વ્યક્તિએ જણાવ્યું કે ખાવાનું ખાધા બાદ તેને ઉલ્ટી થવા લાગી અને તેને ગળામાંથી નીચે ઉતારવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

ખાવાનું ગળેથી ઉતારવામાં પડતી હતી મુશ્કેલી, ડોક્ટરોએ ગળું તપાસ્યું તો હોશ ઉડી ગયા

Latest Gujarati News: સિંગાપુરના ટેન ટોક સેંગ હોસ્પિટલના ડોક્ટરે જ્યારે એક 55 વર્ષના વ્યક્તિની ફૂડ પાઈપ (અન્નનળી) જોઈ તો સ્તબ્ધ થઈ ગયા. દર્દીને ભોજન કર્યા બાદ કોળિયા ગળવામાં મુશ્કેલી પડી રહી હતી. તે વ્યક્તિએ જણાવ્યું કે ખાવાનું ખાધા બાદ તેને ઉલ્ટી થવા લાગી અને તેને ગળામાંથી નીચે ઉતારવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે તેને ટેન ટોક સેંગ હોસ્પિટલ જવું પડ્યું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ડોક્ટરો દ્વારા દર્દીનો સીટી સ્કેન કરવામાં આવ્યો. ત્યારબાદ આ વ્યક્તિની અન્નનળીમાં કોઈ ચીજ હોવાનું જાણવા મળ્યું. પછી ડોક્ટરોએ એક એસોફેગોગૈસ્ટ્રોડુઓડેનોસ્કોપી(Esophagogastroduodenoscopy) કરી જે એક ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ તપાસ છે. જેમાં એક નાની, લચીલી ટ્યૂબ હોય છે. તપાસ દરમિયાન તેમને અન્નનળી-પેટની સીમાથી બે ઈંચના અંતરે એક ટેંટેકલ ઓક્ટોપસ ફસાયેલું જોવા મળ્યું. 

આ રીતે ગળામાંથી કાઢ્યું ઓક્ટોપસ
વ્યક્તિના ગળામાંથી ઓક્ટોપસને ખેંચવાની અનેક નિષ્ફળ કોશિશો બાદ એન્ડોસ્કોપને ઓક્ટોપસ પાસે ફેરવવામાં આવ્યું અને પછી રેટ્રોફ્લેક્સ કરાયું, જેનાથી ડોક્ટરોને આ જીવને કાઢવામાં મદદ મળી. ત્યારબાદ ડોક્ટરોએ ઓક્ટોપસના માથાને પકડવા અને તેને વ્યક્તિના ગળામાંથી ખેંચવા માટે ચિપિયાનો ઉપયોગ કર્યો. સર્જરીના બે દિવસ બાદ તે વ્યક્તિ સાજો થયો અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. 

હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યાં મુજબ  હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં જોવા મળતી ભોજન સંબંધિત અડચણોમાંથી સામાન્ય સમસ્યા હોય તો તે છે ખાવાનું ફસાઈ જવું. તેમણે કહ્યું કે લગભગ 10 ટકાથી 20 ટકા કેસોમાં એન્ડોસ્કોપિક હસ્તક્ષેપ મહત્વપૂર્ણ છે. જ્યારે તેમાંથી 1 ટકા કેસોમાં સર્જરીની જરૂર પડે છે. મેડિકલ ટીમે કહ્યું કે 'પુશ ટેક્નિક' ઉચ્ચ સફળતા દર સાથે અનુશંશિત પ્રાથમિક વિધિ છે, જો કે અત્યાધિક બળ લગાવવાથી ગ્રાસનળીમાં કાણું પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news