પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકાઃ જનરલ બાજવાએ રદ્દ કરી 111 બ્રિગેડની રજાઓ
નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં તખ્તાપલટ માટે હંમેશાં 111 બ્રિગેડનો જ ઉપયોગ કરાયો છે. સૂત્રો અનુસાર જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ એક ગુપ્ત બેઠક કરી છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારનો તખ્તાપલટ થવાની શંકાઓ ઘેરી બની છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ કમર બાજવાએ 111 બ્રિગેડની રજાઓ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં તખ્તાપલટ માટે હંમેશાં 111 બ્રિગેડનો જ ઉપયોગ કરાયો છે. સૂત્રો અનુસાર જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ એક ગુપ્ત બેઠક કરી છે.
નિષ્ણાતોના મતે અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ઈમરાન ખાન સરકાર દેશમાં ફેલાયેલી ગરીબી દૂર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે પીએમ ઈમરાન ખાન આખી દુનિયામાં ઉઘાડા પડી ગયા છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી ઘટનાઓ દેશની સત્તા સેનાના હાથમાં જઈ રહી હોવા તરફ ઈશારો કરી રહી છે.
ભારત- પાકિસ્તાન પરમાણુ યુદ્ધ થાય તો 12.5 કરોડ લોકો તત્કાલ મરી જાય અને...
અગાઉ ત્રણ વખત થયો છે તખ્તાપલટ
પ્રથમ વખતઃ પાકિસ્તાનમાં સૌ પ્રથમ તખ્તાપલટ 1958માં દેશના રાષ્ટ્રપતિ મેજર જનરલ ઈસકંદર મિર્ઝાએ સંસદ અને વડાપ્રધાન ફિરોજ ખાન નૂનની સરકારને ભંગ કરીને કર્યો હતો. એ સમયે દેશમાં માર્શલ લો લાગુ કરીને આર્મી કમાન્ડર ઈન ચીફ જનરલ અયુબ ખાનને દેશની ધૂરા સોંપવામાં આવી હતી. 12 દિવસ બાદ જ અયુબ ખાને તખ્તાપલટ કરતા મેજર જનરલ ઈસ્કંદર મિર્ઝાને રાષ્ટ્રપતિ પદથી દૂર કર્યા હતા.
VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ
બીજી વખતઃ વર્ષ 1971માં ભારત સામેના યુદ્ધમાં કારમા પરાજય અને બાંગ્લાદેશના નિર્માણથી પાકિસ્તાનમાં અસંતોષનો ભાવ પેદા થયો હતો. તેનો ફાયદો લેતા આર્મી ચીફ જનરલ ઝિયા ઉલ-હકે 4 જુન, 1977ના રોજ દેશના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો તખ્તાપલટ કરી દીધો હતો. ત્યાર પછી જનરલ ઝિયાએ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ત્રીજી વખતઃ વર્ષ 1999માં કારગિલમાં ભારત સામેના યુદ્ધમાં પરાજય પછી તત્કાલિન આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફે નવાઝ શરીની સરકારનો તખ્તાપલટ કર્યો હતો. નવાઝ શરીફ શ્રીલંકાના પ્રવાસે હતા ત્યારે જનરલ મુશર્રફે તખ્તાપલટ કર્યો હતો. ત્યાર પછી 12 ઓક્ટોબર, 1999ના રોજ તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ અને તેના મંત્રીઓની ધરપકડ કરાઈ હતી.
જુઓ LIVE TV....