વોશિંગટનઃ fentanyl Drug in America: વર્ષ 2022 સમાપ્ત થવાનું છે. દુનિયાએ વર્ષ 2022ના શરૂઆતી કેટલાક મહિના કોરોનાના ડરથી પસાર કર્યાં હતા. કોવિડને કારણે દુનિયામાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વર્ષે અમેરિકામાં કોરોના સિવાય વધુ એક મોટો પડકાર હતો, જેણે યુનાઇટેડ સ્ટેટને ખુબ પરેશાન કર્યું છે. આ મુશ્કેલી હતી 'ચાઇના ગર્લ'. તેના નામ પર જવાની જરૂર નથી કારણ કે ચાઇના ગર્લ કોઈ યુવતી નથી, પરંતુ એક પ્રકારનું ખતરનાક ડ્રગ્સ છે. જે અમેરિકાના યુવાઓની જિંદગી બરબાદ કરી રહ્યું છે. નોંધનીય છે કે ડ્રગ ઇન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશને અલગ-અલગ જગ્યાએથી તેનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમે જાણીને ચોંકી જશો કે ડીઈએ દ્વારા જેટલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, તે આશરે 33 કરોડ લોકોને મોતને ઘાટ ઉતારી શકતું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના?
અહીં જે ડ્રગ્સની વાત કરવામાં આવી રહી છે તેને ફેન્ટાનિલ ડ્રગ્સ (fentanyl drugs) ના નામથી ઓળખવામાં આવે છે, જેને કોડ વર્ડમાં 'ચાઇના ગર્લ' કહેવામાં આવે છે. નિષ્ણાંતનું કહેવું છે કે આ ડ્રગ્સને ચીનની લેબમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેને મેક્સિકોના માર્ગે અમેરિકા મોકલવામાં આવે છે. ડીઈએએ કહ્યું કે વર્ષ 2022માં આશરે 10 હજાર પાઉન્ડનો ફેન્ટાનિલ પાવડર જપ્ત કરવામાં આવ્યો. તેનો નશો કરનાર લોકો ડોક્ટરોના ફેક પ્રિસ્ક્રિપ્શન દ્વારા તેને હાસિલ કરી રહ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે આ સિન્થેટિક ઓપિઓઇડની નાની માત્ર ગમે તેનો જીવ લઈ શકે છે. આ ડ્રગ્સ કેટલું ખતરનાક છે, તેને આ રીતે સમજી શકો કે ફેન્ટાનિલ મોર્ફિનના મુકાબલે 100 ગણું વધુ અને ગેરોઇનથી 50 ગણી ઝડપે અસર દેખાડે છે. 


આ પણ વાંચોઃ ઓ બાપરે! બોમ્બનો ગોળો પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો, ગભરાયેલા ડોક્ટરોએ તાબડતોબ કર્યું..


યુવાનોને બરબાદ કરી રહ્યું છે આ જીવલેણ ડ્રગ્સ
ડીઈએએ કહ્યું કે ચીનની લેબમાં આ જીવલેણ સિન્થેટિક ડ્રગ્સને તૈયાર કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તેને બીજા દેશમાં સપ્લાય કરવામાં આવે છે. તેના સેવનથી યુથ નશાની ઝપેટમાં આવી જાય છે અને દેશના અર્થતંત્ર પર તેની અસર પડે છે. અમેરિકામાં ફેન્ટાનિલ ડ્રગ્સ લિક્વિડ અને પાવડર બે રીતે લોકો પાસે પહોંચી રહ્યું છે. ઘણીવાર ડાર્ક વેબ દ્વારા પણ તે સરળતાથી મળી જાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube