Former Cuban President: દુનિયામાં એક એવા રાષ્ટ્રપતિ પણ છે જેના વિશે દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજાર મહિલાઓ સાથે સંબંધ હતા. આ ઉપરાંત તેમને 600 થી વધુ વખત મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પરંતુ દરેક વખતે બચી ગયા. દુશ્મન તેમનું કશું જ બગાડી શક્યા નહી. આ વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ ક્યૂબા (Cuba)ના રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો  (Fidel Castro)હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોએ હંમેશા અમેરિકાની નીતિઓનો વિરોધ કર્યો. એટલું જ નહી તેમણે અમેરિકી રાષ્ટ્ર્પતિઓની મજાક પણ ઉડાવી. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને લાંબા સમય સુધી ફિદેલ કાસ્ત્રોને મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ હંમેશા ફેલ રહી. ફિદેલ કાસ્ત્રો પર 600થી વધુ વખત હુમલા નિષ્ફળ રહ્યા.  ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રી મહિલાઓ સાથે તેમના સંબંધ અને તેમની ઉપર થયેલા હુમલાનો ઉલ્લેખ કરે છે. દુશ્મનોએ તેમને ઝેરી સિગરેટથી માંડીને વિસ્ફોટક સિગરેટ સુધી ન જાણે કેટલા મારવાના પ્રયત્નો કર્યા પરંતુ તે ક્યારેય સફળ રહ્યા નહી. 


આ પણ વાંચો:
Radio Device: આ ડીવાઈસથી તમે 6 કિલોમીટર દૂર સુધી કરી શકશો વાતચીત!
ઘરનાં આંગણામાં આ છોડ હોય તો ભૂલથી પણ ના તોડતા તેના પાન, માં લક્ષ્મી થાય છે નારાજ
ડુંગળી ભોજનનો સ્વાદ જેટલો વધારે છે એટલી જ વધારી શકે છે ચહેરાની સુંદરતા, આ રીતે Use



તમને જણાવી દઇએ કે ફિદેલ કાસ્ત્રોનો જન્મ 13 ઓગસ્ટ 1926 મના રોજ ક્યૂબાના બિરાનમાં થયો હતો. તખ્તાપલટ કરીને ફિદેલ કાસ્ત્રોના હાથમાં ક્યૂબાની સત્તા આવી હતી. ફિદેલ કાસ્ત્રોને ક્મ્યુનિસ્ટ ક્યૂબાના જનક કહેવામાં આવે છે. વર્ષ 1959 માં ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબામાં તખ્તાપલટ કર્યું હતું. ત્યારબાદથી તે સતત 2008 સુધી શાસન કરતા રહ્યા. 



ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજારથી વધુ મહિલાઓ સાથે સંબંધ હતા. આ સિલસિલો લગભગ 4 દાયકા સુધી ચાલતો રહ્યો. ફિદેલ કાસ્ત્રો પોતાની તાનાશાહી માટે જાણિતા હતા. લગભગ 49 વર્ષ સુધી તેમણે ક્યૂબા પર રાજ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008 માં ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોને સત્તાની ચાવી પોતાના ભાઇને સોંપી દીધી હતી. 90 વર્ષની ઉંમરમાં 25 નવેમ્બરના દિવસે તેમનું મોત થયું હતું.


આ પણ વાંચો:
બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા દિવસોમાં ગાયબ થશે વધેલી ફાંદ
આ જિલ્લાઓવાળા રહેજો એલર્ટ! ફરી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પડશે ગાજવીજ
માર્ક જુકરબર્ગના ઘરે પધારી નાની પરી, ફેસબુક પર ફોટો શેર કરી જણાવ્યું બાળકનું નામ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube