ન્યૂઝીલેન્ડ: આતંકી હુમલાને અંજામ આપનાર હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક, અત્યાર સુધી 49ના મોત
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગથી હાહાકાર મચ્યો છે. શાંત ગણાતા ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારમાં અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ફાયરિંગમાં 49 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. પીએમએ સ્વીકાર્યું છે કે આ એક આતંકી હુમલો છે. જેનું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. બે વાહનોથી વિસ્ફોટકો પણ મળી આવ્યાં છે. જેમને નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યાં છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...