ઇરાનનાં જનરલે કહ્યું, અમારા પર એક પણ ગોળી ચાલશે તો અમેરિકાએ ભોગવવું પડશે
દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર દળનાં જનરલ સ્ટાફનાં પ્રવક્તા બ્રિગેડીયર જનરલ અબુલફઝલ શેકરચીએ કહ્યું કે, ઇરાનની તરફથી એક પણ ગોળી ચાલશે તો અમેરિકા અને તેનાં સહયોગીઓનાં હિતોમાં આગ લાગી જશે
તેહરાન : ઇરાને શનિવારે અમેરિકાને ચેતવણી આપી કે ઇસ્લામી ગણતંત્રની વિરુદ્ધ કોઇ પણ કાર્યવાહીથી ક્ષેત્રમાં અમેરિકી હિતોને મોટુ નુકસાન પહોંચશે અને જો આવું થશે તો અમેરિકાએ તેના ગંભીર પરિણામો ભોગવવાં પડશે. દક્ષિણ પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર દળનાં જનરલ સ્ટાફનાં પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબુલફઝલ શેકરચીએ તસનીમ સમાચાર એઝન્સીને જણાવ્યું કે, ઇરાનની તરફથી જો એક પણ ગોળી ચાલશે તો અમેરિકા અને તેનાં સહયોગીઓનાં હિતો પર આગ લાગી જશે.
પ્રેમ કે એટ્રેક્શન નહી પરંતુ આ કરવા માટે 4 માંથી 1 યુવતી ડેટ પર જાય છે !
અમેરિકાએ નથી આપી કોઇ ચેતવણી
આ અગાઉ ઇરાને શુક્રવારે આ સમાચારને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આસન્ન હુમલા મુદ્દે ચેતવણી ઉચ્ચારી હતી. જેમાં ઇરાન ગણરાજ્યનાં અમેરિકી ડ્રોન વિમાનને તોડી પાડવાનો બદલો લેવાની વાત કરવામાં આવી હતી. ઇરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનાં પ્રવક્તા કેયવાન ખોસરવીએ કહ્યું કે, અમેરિકાએ ઇરાન માટે ઓમાન દ્વારા એવો કોઇ જ સંકેત નથી મોકલવામાં આવ્યો. રાજ્ય ટેલીવિઝન પર બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, તેમાં કોઇ બાબત સત્ય નથી.
ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ
વિદેશી મીડિયામાં ઇરાની અધિકારીઓનાં હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, ઓમાને ઇરાનને ટ્રમ્પનો એક સંદેશ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ઇરાની ગણરાજ્ય વાતચીત માટે તૈયાર ન થઇ જાય તો ત્યા સુધીમાં અમેરિકી હુમલાનો ખતરો યથાવત્ત રહેશે. ઉલ્લેખનીય છે કે, ઇરાન અને અમેરિકાનાં મધ્ય રાજદ્વારી સંબંધો નથી અને ઓમાન જ બંન્ને દેશો વચ્ચે વાતચીતનું માધ્યમ બને છે.