નવી દિલ્હી: કોરોના વાયરસે ભારત સહિત દુનિયાભરમાં તબાહી મચાવી દીધી છે. દુનિયાભરના ડોક્ટર અને વૈજ્ઞાનિક લગભગ દરરોજ તેની સાથે સંકળાયેલા નવા ખુલાસા કરે છે. ક્યારેક વાયરસના નવા સ્ટ્રેનને લઇને તો ક્યારે તેના કારણે થઇ રહેલી બિમારી વિશે નવી વાતો સામે આવે છે. હવે વૈજ્ઞાનિકોએ આ મહામારીના નવા લક્ષણ વિશે જણાવીને બધાને ચોંકાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં પહેલો કેસ
હેલ્થ વેબસાઇટ વેબ એમડીના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોના દર્દીઓના બાવડામાં ખતરનાક બ્લડ ક્લોટિંગસ થઇ ગયું. 

Jio લાવ્યું Rs. 100 થી પણ સસ્તો Recharge Plans, ગ્રાહકોને મળશે આ Benefits


કેમ થાય છે બ્લડ ક્લોટિંગ?
ન્યૂ જર્સીના રટગર્સ યૂનિવર્સિટી (Rutgers University) ના શોધકર્તાનું કહેવું છે કે આ પોતાની માફક દુનિયાનો સૌથી પહેલો કેસ છે. તેનાથી તેમને એ જાણવામાં મદદ મળૅશે કે કોરોના વાયરસના લીધે થનાર ઇંફ્લમેશન દર્દીના શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને તેને કેવી ઠીક કરી શકાય છે. 


85 વર્ષના દર્દીમાં જોવા મળ્યા આ લક્ષણ
તાજેતરમાં જ Viruses મેગેઝીનમાં ઓનલાઇન છપાયેલા સ્ટડીના અનુસાર 85 વર્ષના એક દર્દીમાં એક પ્રકારની બ્લડ કોટિંગ જોવા મળી છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં કોરોના દર્દીના શરીરના નિચલા ભાગમાં બ્લડ ક્લોટિંગના કેસ સામે આવ્યા હતા પરંતુ શરીરના ઉપરના ભાગમાં ક્લોટિંગનો આ પહેલો કિસ્સો છે. 

કેંદ્રીય કર્મચારીઓને DA ને લઇને મોટા સમાચાર, મોંઘવારી ભથ્થા પર હવે આ દિવસે લેવાશે નિર્ણય


કોરોનાના અન્ય લક્ષણ નહી
અત્રે નોંધનીય છે કે તપાસમાં દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેમાં કોરોના કોઇપણ બીજા લક્ષણ ન હતા. 


કેટલા લોકોને થઇ શકે છે આ સમસ્યા
રિસર્ચકર્તા પાયલ પારીખે જણાવ્યું કે 'દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થયું નથી પરંતુ બાવડામાં થયેલા બ્લડ ક્લોટિંગના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેમણે અખ્યું કે બ્લડ ક્લોટિંગ શરીરમાં ઇંફ્લેમેશનની માફક અથવા પછી તે લોકોમાં થાય છે જે વધુ હરી ફરી શકતા નથી. 

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


થઇ શકે છે ખતરનાક
ડોક્ટર પારીખનું કહેવું છે કે આ પ્રકારના કેસ ચિંતાનો વિષય છે કારણ કે 30% દર્દીઓમાં બ્લડ ક્લોટ ફેફસાં સુધી પહોંચી જાય છે. જે ખતરનાક થઇ શકે છે. 


શ્વાસ લેવામાં સમસ્યા થાય તો શું કરશો?
તેમણે કહ્યું કે કોરોના પોઝ્ટિવ આવ્યા બાદ જો શ્વાસ લેવામાં સમસ્યા અથવા ઓક્સિજન લેવલ ઓછું થવાની ફરિયાદ આવે છે તો દર્દીઓને જલદી થી જલદી ડોક્ટર સાથે સંપર્ક કરવો જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube