નવી દિલ્હીઃ First Confirmed Case Of Coronavirus In Pet: દક્ષિણ કોરિયામાં એક પાલતુ પ્રાણીમાં કોવિડ-19 (Covid 19) ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અહીં એક બિલાડીના બચ્ચાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. બિલાડીના બચ્ચાની તપાસ ગુરૂવારે થઈ, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારી અધિકારીઓ અનુસાર, આ બિલાડીનું બચ્ચુ દક્ષિણ ગિયોંગયૈંગ પ્રાંતના દક્ષિણ પૂર્વી શહેર જિંજૂમાં એક ધાર્મિક સ્થળ પર મળ્યું હતું. દક્ષિણ કોરિયામાં પાલતુ પ્રાણીમાં Covid-19 સંક્રમણનો આ પ્રથમ કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી યોનહપે રવિવારે પ્રધાનમંત્રી ચુંગ સિય-ક્યૂએનના હવાલાથી કહ્યુ, હાલમાં વ્યાપક પ્રકોપ સાથે જોડાયેલી ટ્રેકિંગ પ્રક્રિયા દરમિયાન સ્વાસ્થ્ય અધિકારીઓએને એક પાલતુ પશુમાં કોરોના પોઝિટિવ (corona virus) મામલો જોવા મળ્યો છે. આ મહિનાની શરૂઆતમાં ત્યાં ગયેલા 29 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ લોકો સહિત 100થી વધુ લોકો પોઝિટિવ આવ્યા હતા. 


આ પણ વાંચોઃ Nepal: પોતાની પાર્ટીમાંથી બહાર થયા PM KP Sharma Oli, કોમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ રદ્દ    


અધિકારીઓએ એક ટ્રેકિંગ પ્રક્રિયા દરમિયાન જોયું કે એક ધાર્મિક સ્થળની પાસે ત્રણ પાલતુ બિલાડી રહે છે. મોટી બિલાડી પોતાના પુત્ર અને પુત્રીની સાથે રહે છે. આ ત્રણેયમાં બિલાડાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓને શંકા છે કે આ નાના બિલાડાના શરીરમાં વાયરસ પોતાની માતા અને બહેનના સંપર્કથી પહોંચ્યો છે. 


એક સરકારી અધિકારીએ સ્વાસ્થ્ય નિષ્ણાંતનો હવાલો આપતા કહ્યુ કે, પાલતુ જાનવરોથી મનુષ્યોમાં વાયરસ  (corona virus) પહોંચવો દુર્લભ મામલો છે. પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય અધિકારીઓને આગ્રહ કર્યો કે તે પાલતુ જાનવરોની સાથે રહેતા લોકો પર ખાસ નજર રાખે અને પારદર્શી રીતે તપાસ કરી નિષ્કર્ષ આપે કે શું જાનવરોના સંપર્કમાં રહેવાથી વ્યક્તિ સંક્રમિત થાય છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube