નવી દિલ્હી: પાકિસ્તાનના પેશાવરમાં દીર કોલોનીમાં આવેલી એક મદરેસા પાસે ભયંકર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 7 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 70 જેટલા બાળકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને જૂના નક્શા સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો, વિરોધ થતા નેપાળી PM ઓલીનો યુ ટર્ન 


મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ પેશાવરની દીર કોલોનીમાં આવેલી મદરેસા પાસે થયો. ભોગ બનેલામાં બાળકો અને મદરેસાના ઈન્સ્ટ્રક્ટર્સ સામેલ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં ક્લાસિસ ચાલુ હતા. ઘાયલોને સારવાર અર્થે લેડી રિડિંગ હોસ્પિટલ અને અન્ય મેડિકલ ફેસિલિટીમાં ખસેડાયા છે. ઘાયલોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 


આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ દેશે 'શાંતિદૂત' બની કરાવ્યો સંઘર્ષ વિરામ


પોલીસ અને બચાવ દળની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. અત્રે જણાવવાનું કે ગત મહિને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના નૌશેરાના અકબરપુરામાં થયેલા વિસ્ફોટમાં 5 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube