ભારતને જૂના નક્શા સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો, વિરોધ થતા નેપાળી PM ઓલીનો યુ ટર્ન 

નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ હવે વિજયાદશમીના શુભેચ્છા સંદેશમાં નેપાળનો જૂનો નક્શો વાપર્યો. આ નક્શામાં નેપાળના માનચિત્રમાંથી લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક પર ઓલીનું ચિત્ર છપાયેલું છે. ત્યારબાદ તેઓ પોતાના જ દેશમાં નવા વિવાદમાં ઘેરાઈ ગયા. હવે નેપાળી પ્રધાનમંત્રી કાર્યાલય સ્પષ્ટતા કરે છે કે સંશોધિત માનચિત્રનો આકાર નાનો છે. આથી કેટલાક વિસ્તારો દેખાતા નથી. 

Updated By: Oct 25, 2020, 02:39 PM IST
ભારતને જૂના નક્શા સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો, વિરોધ થતા નેપાળી PM ઓલીનો યુ ટર્ન 
ફાઈલ ફોટો

કાઠમંડૂ: નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ હવે વિજયાદશમીના શુભેચ્છા સંદેશમાં નેપાળનો જૂનો નક્શો વાપર્યો. આ નક્શામાં નેપાળના માનચિત્રમાંથી લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક પર ઓલીનું ચિત્ર છપાયેલું છે. ત્યારબાદ તેઓ પોતાના જ દેશમાં નવા વિવાદમાં ઘેરાઈ ગયા. હવે નેપાળી પ્રધાનમંત્રી કાર્યાલય સ્પષ્ટતા કરે છે કે સંશોધિત માનચિત્રનો આકાર નાનો છે. આથી કેટલાક વિસ્તારો દેખાતા નથી. આ અગાઉ જૂનમાં નેપાળની સંસદે દેશના નવા નક્શાને મંજૂરી આપી હતી. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરાને નેપાળનો ભાગ દેખાડવામાં આવ્યા હતાં. જે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં છે. 

ભારતે આ નક્શાને  ફગાવ્યો છે
અત્રે જણાવવાનું કે ભારતે પહેલેથી જ નેપાળના આ નવા નક્શાને ફગાવ્યો છે. છ અઠવાડિયા પહેલા ઓલીએ શાળાઓને પણ જે પુસ્તકોમાં નવો નક્શો છપાયો હતો તે પાછા લેવાનો આદેશ આપ્યો હતો. હવે જૂના નક્શા સાથે ઓલીના શુભેચ્છા સંદેશવાળા ઘટનાક્રમને ભારતના રો ચીફ સમંતકુમાર ગોયલ અને ઓલીની મુલાકાત બાદ આવેલા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. 

ટ્રમ્પે કર્યો બફાટ, ભારત માટે આપ્યું એવું નિવેદન...હવે મત મેળવવામાં પડશે મુશ્કેલી!

વિરોધ પક્ષોના પ્રહાર
આ બાજુ નેપાળ સરકાર પોતાના જ ઘરમાં ઘેરાઈ ગઈ છે. પ્રમુખ વિરોધ પક્ષ નેપાળી કોંગ્રેસે ઓલી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ઓલી ક્ષેત્રીય મુદ્દાઓ પર સર્વસંમતિને નજરઅંદાજ કરવાની કોશિશ કરે છે. પ્રધાનમંત્રી ઓલીના પ્રેસ સલાહકાર, સૂર્ય થાપાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ગ્રિટિંગ કાર્ડમાં નક્શો નવો હતો પરંતુ તેના નાના આકારના કારણે નવા વિસ્તારો દેખાતા નથી. 

US Presidential Debate: કોરોનાની રસી પર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો એવો જવાબ, બધા સ્તબ્ધ થઈ ગયા

આ છે મામલો
અત્રે જણાવવાનું કે નેપાળ અને ભારત વચ્ચે નવો નક્શો વિવાદનું કારણ છે. નવા નક્શામાં નેપાળે ભારતીય વિસ્તારો પર દાવો કર્યો હતો. ભારતે તેને ફગાવી દીધો હતો. ત્યારબાદ ભારત અને નેપાળ બંને તરફથી સંબંધો સુધારવાની કોશિશ થઈ રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ઓલીએ ભારતના રો ચીફ સમંતકુમાર ગોયલ સાથે એક લાંબી બેઠક કરી હતી. ત્યારબાદ તેમની પાર્ટીના જ નેતાઓએ ગુસ્સો જાહેર કર્યો હતો કે તેઓ વિશ્વાસમાં લેતા નથી. હવે નક્શા વિવાદમાં નેપાળના વલણમાં ફેરફારનું મહત્વનું કારણ આ જ મુલાકાતને માનવામાં આવી રહ્યું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube