Forbes Billionaires List 2023: આ 16 ભારતીયો આ વર્ષે નવા અબજોપતિ, ફોર્બ્સની યાદીમાં પહોંચ્યા
Forbes Billionaires List 2023: આ વર્ષે એટલે કે 2023માં ફોર્બ્સ વર્લ્ડના અબજોપતિઓની યાદીમાં 16 નવા ભારતીયોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં રેખા ઝુનઝુનવાલાથી લઈને ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી સુધીના નામ સામેલ છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સમગ્ર વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
Forbes Billionaires List 2023: વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓ અમેરિકામાં રહે છે. ફોર્બ્સ વર્લ્ડની ફોર્બ્સ બિલિયોનેર્સ (Billionaires)લિસ્ટ 2023 અનુસાર, અબજોપતિઓની દ્રષ્ટિએ અમેરિકા પ્રથમ ક્રમે છે. ફોર્બ્સની (Forbes Billionaires List 2023) વિશ્વના અબજોપતિઓની યાદીમાં ભારત (India) પણ સામેલ છે. અબજોપતિઓની બાબતમાં ભારત આ યાદીમાં ત્રીજા નંબરે છે.
રો-રો એ 615 કરોડમાં સરકારને રોવડાવી, ગુજરાતીઓની કમાણીના પૈસા પાણીમાં
ભારત કરતાં માત્ર ચીન અને અમેરિકા જ આગળ છે. ચીન બીજા નંબર પર છે. આ યાદી અનુસાર, દેશમાં અબજોપતિઓની (Billionaires) કુલ નેટવર્થ $675 બિલિયન છે. જો કે વર્ષ 2022ની સરખામણીમાં તે 75 અબજ ડોલર ઓછી છે. જ્યારે 735 અબજોપતિ અમેરિકામાં રહે છે. તેમની કુલ નેટવર્થ $4.5 ટ્રિલિયન છે. ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ (Forbes Billionaires List 2023) 2023 અનુસાર, વર્ષ 2023માં ભારતમાં 16 નવા અબજોપતિ બન્યા છે.
Allu Arjun Birthday: 100 કરોડનું ઘર, 30000000થી વધુ પગાર, આવી છે વૈભવી લાઈફ સ્ટાઈલ
આ ભારતીયો અબજપતિઓની યાદીમાં સામેલ થયા
ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદી (Forbes Billionaires List 2023) 2023 અનુસાર, આ વર્ષે 2023માં અબજોપતિ બનેલા નવા અબજોપતિઓમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આમાં પ્રથમ નામ રોહિકા સાયરસ મિસ્ત્રી (Rohika Cyrus Mistry Net Worth) નું છે, જે સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry)પત્ની અને પલોનજી શાપૂરજી મિસ્ત્રીની પુત્રવધૂ છે. જેમની કુલ સંપત્તિ 7 અબજ ડોલર છે. આ યાદીમાં બીજું નામ રાકેશ ઝુનઝુનવાલાની (Rakesh Jhunjhunwala)પત્ની રેખા ઝુનઝુનવાલાનું (Rekha Jhunjhunwala Net Worth)છે. રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ લગભગ $5.1 બિલિયન છે. ત્રીજા નંબરે APL Apollo Tubesના સહ-સ્થાપક સરોજ રાની છે. સરોજ રાનીની કુલ સંપત્તિ $1.2 બિલિયન છે.
અદાણીના સંકટમોચક રાજીવ જૈનનું પલટાયું નસીબ, વિશ્વના ધનાઢ્યની યાદીમાં મળી એન્ટ્રી
આ સિવાય બ્રોકિંગ ફર્મ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથનું (Nikhil Kamath Net Worth) નામ ભારતના સૌથી યુવા અબજોપતિ તરીકે આ યાદીમાં સામેલ છે. નિખિલની કુલ સંપત્તિ $1.1 બિલિયન છે. આ યાદીમાં નિખિલના મોટા ભાઈ નીતિન કામથ (Nitin Kamath Net Worth)નું નામ પણ સામેલ છે. નીતિનની કુલ સંપત્તિ $2.7 બિલિયન છે.
મોદીના ગુડબુકમાં રહેલા આ ગુજ્જુ નેતા હશે કર્ણાટક ચૂંટણીનો મુખ્ય ચહેરો
ગૌતમ અદાણીના (Gautam Adani Net Worth)ભાઈ વિનોદ અદાણી(Vinod Adani Net Worth) પણ આ યાદીમાં $10 બિલિયનની નેટવર્થ સાથે સામેલ છે. અબજોપતિઓની આ યાદીમાં ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રા (Keshab Mahindra Net Worth) નું નામ પણ સામેલ છે. કેશબ મહિન્દ્રાની કુલ સંપત્તિ $1.2 બિલિયન છે.
80 લાખ અમદાવાદીઓ હવે સીધા જ પોલીસની નજરમાં! તમારી એક ભૂલ તમને બનાવી શકે છે દોષિત
અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો
જ્યાં ભારતમાં નવા અબજોપતિ બન્યા છે. તે જ સમયે, સમગ્ર વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે અબજોપતિઓની યાદીમાં 2668 નામ સામેલ હતા. આ વખતે વિશ્વમાં 28 અબજપતિઓ ઘટ્યા છે. હવે અબજોપતિઓની સંખ્યા ઘટીને 2640 થઈ ગઈ છે.