બર્લિન: અફઘાનિસ્તાનના પૂર્વ સંચાર મંત્રી (Former Afghan Communications Minister) હાલ જર્મનીમાં છે અને પિઝા ડિલિવરીનું કામ કરી રહ્યા છે. અફઘાન સંકટ વચ્ચે હાલ તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ પિઝા કંપનીનો યુનિફોર્મ પહેરીને ડિલિવરી કરતા જોવા મળી રહ્યા છે. સૈયદ અહેમદ શાહ સઆદત(Sayed Ahmad Shah Saadat) અફઘાનિસ્તાનમાં સંચાર મંત્રીની સાથે જ અનેક મહત્વના પદ સંભાળી ચૂક્યા છે. આવામાં તેમનું આ રીતે પિઝા ડિલિવરી કરવું એ ચોંકાવનારું છે. જો કે સૈયદને પોતાની જાતને ડિલિવરી બોય કહેવડાવામાં કોઈ શરમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે બન્યા Delivery Boy
એક જર્મન પત્રકારે અફઘાનિસ્તાનના પૂર્વ સંચાર મંત્રીનો ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેમણે અફઘાનિસ્તાનના હાલ અને પોતાના વિશે જણાવ્યું છે. સૈયદ અહેમદ શાહ સઆદત ગત વર્ષના અંતમાં પોતાના પદેથી રાજીનામું આપીને જર્મની આવી ગયા હતા. દેશ છોડ્યા બાદ તેમણે થોડો સમય સારી રીતે વિતાવ્યો પરંતુ જ્યારે પૈસા ખતમ થવા લાગ્યા તો તેમણે ગુજરાન ચલાવવા માટે પિઝા ડિલિવરી બોયનું કામ કરવું પડ્યું. 


Afghanistan માં તાલિબાન સરકાર બનાવવાની ખુબ નજીક, G-7 ની બેઠકમાં આ પ્લાન તૈયાર થયો


અશરફ ઘાનીની ટીમ સાથે ન બન્યું
સ્કાય ન્યૂઝ અરેબિયાના રિપોર્ટ મુજબ પૂર્વ મંત્રી સૈયદ જર્મનીના લીપજિંગની એક પિઝા કંપની સાથે કામ કરી રહ્યા છે. સૈયદે પોતાનો દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે રાષ્ટ્રપતિ અશરફ ગનીની ટીમ અને તેમની માગણીઓ સાથે સહમત ન હોવાના કારણે તેમણે પદેથી રાજીનામું આપી દીધી અને બધુ છોડીને જર્મની આવી ગયો. પૂર્વ અફઘાન મંત્રીએ જણાવ્યું કે તેમની પાસે ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી સંચાર અને ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં બે માસ્ટર ડિગ્રી છે. આ ઉપરાંત 13 દેશોની 20થી વધુ કંપનીઓ સાથે કમ્યુનિકેશનના ફિલ્ડમાં કામ કરેલું છે. 


Afghanistan: કાબુલ એરપોર્ટથી US સૈન્ય વિમાનનો ચોંકાવનારો Video સામે આવ્યો, અમેરિકા ચિંતામાં ડૂબ્યું


અનેક મહત્વપૂર્ણ પદો પર આપી છે સેવાઓ
સઆદત 2018માં અફઘાન સરકારમાં સંચાર મંત્રી બન્યા અને 2020માં તેમણે પદેથી રાજીનામું આપી દીધુ. આ અગાઉ તેમણે 2005થી 2013 સુધી સંચાર અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીના મુખ્ય તકનીકી સલાહકાર સહિત અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે 2016થી 2017 સુધી લંડનમાં એરિયાના ટેલિકોમ ના સીઈઓની જવાબદારી સંભાળી હતી. આટલા મોટા મોટા પદો પર રહેવા છતાં આજે તેઓ પિઝા ડિલિવરી કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube