Afghanistan: કાબુલ એરપોર્ટથી US સૈન્ય વિમાનનો ચોંકાવનારો Video સામે આવ્યો, અમેરિકા ચિંતામાં ડૂબ્યું
કાબુલ (Kabul) થી પોતાના નાગરિકો અને અફઘાનીઓને બહાર કાઢવા માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન અમેરિકી સેનાના એક વિમાનનો ડરામણો વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
કાબુલ: કાબુલ (Kabul) થી પોતાના નાગરિકો અને અફઘાનીઓને બહાર કાઢવા માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન અમેરિકી સેનાના એક વિમાનનો ડરામણો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને હવે એવી આશંકા પેદા થઈ રહી છે કે શું આઈએસઆઈએસ Evacuation Mission માં લાગેલા વિમાનોને તોડી પાડવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના આ સૈન્ય વિમાન નીચેથી આગ ભભૂકતી જોવા મળી છે.
ચિંતામાં પડ્યું અમેરિકા
વિમાનથી ભભૂકતી આગે અમેરિકાને ચિંતામાં મૂકી દીધુ છે. અમેરિકી સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટની શાખા ISIS-K દ્વારા હુમલા થવાની આશંકાથી ચિંતિત છે. આઈએસઆઈએસના હુમલાને નિષ્ફળ કરવા માટે હવે અમેરિકી સૈન્ય વિમાન ઝડપથી હવામાં ડૂબકી ખાઈ કોમ્બેટ લેન્ડિંગ કરી રહ્યા છે.
ફાયદો ઉઠાવવા માંગે છે ISIS
આઈએસઆઈએસ સાથે જોડાયેલા લોકો કાબુલની આજુબાજુ છૂપાયેલા છે અને તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્વારા મચાવવામાં આવી રહેલા કોહરામનો ફાયદો ઉઠાવવા માંગે છે આથી આ સૈન્ય વિમાનો પર મિસાઈલ એટેક કરી શકે છે. આ વિમાનોમાં હજારો શરણાર્થીઓને અફઘાનિસ્તાનથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવામાં આવી રહ્યા છે. આ વિમાનોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હોય છે.
French Air Force A400M dispensing flares as it departs #Kabul Airport #Afghanistan
pic.twitter.com/9C2UM9BcwO
— Intel Air & Sea (@air_intel) August 21, 2021
અલર્ટ જાહેર
અધિકારીઓ દ્વારા આવા હુમલાની આશંકા જતાવ્યા બાદ અમેરિકી દૂતાવાસે સિક્યુરિટી અલર્ટ જાહેર કરીને પોતાના નાગરિકોને ભલામણ કરી છે કે અધિકૃત આદેશો વગર એરપોર્ટ પર ન જાઓ. એવી પ્રબળ આશંકા છે કે આઈએસઆઈએસની બ્રાન્ચ ISIS-K કાબુલ એરપોર્ટ પર હુમલાની કોશિશ કરી રહી છે. અત્રે જણાવવાનું કે છેલ્લા 6 વર્ષથી આઈએસઆઈએસ આતંકવાદીઓ તાલિબાનીઓ સામે લડી રહ્યા છે અને અફઘાનિસ્તાનમાં પોતાનો હિસ્સો મળવવાની કોશિશ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે