યેરૂશલેમઃ ઇઝરાયલના 11માં રાષ્ટ્રપતિની પસંદગી કરી લેવામાં આવી છે. ઇઝરાયલની સંસદે બુધવારે પૂર્વ કેન્દ્ર-વામ રાજનેતા ઇસહાક હાર્ઝોગને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી છે આ નિર્ણયથી જાતીય અને ધાર્મિક સમૂહો વચ્ચે એકતામાં વધારો થશે. હર્ઝોગે પોતાના વિરોધી ઉમેદવાર મિરિયમ પેરેટ્ઝને હરાવ્યા છે, જે એક શિક્ષક છે અને યુદ્ધમાં જીવ ગુમાવનાર બે ઇઝરાયલી સેનાના અધિકારીઓના માતા છે. મતદાન દરમિયાન હર્ઝોગે 120માંથી 87 મત મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ઝોગ આગામી મહિને રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરશે, તેઓ રેવેન રિવલિનનું સ્થાન લેશે જેઓ પોતાનો સાત વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. 2003માં પ્રથમવાર સંસદ પહોંચેલા 60 વર્ષીય હર્ઝોગે લેબર પાર્ટીનું નેતૃત્વ કર્યુ અને ગઠબંધન સરકારોમાં ઘણા વિભાગ સંભાળ્યા છે. તેમનું હાલનું જાહેર પદ ઇઝરાયલ માટે યહૂદી એજન્સીના પ્રમુખના રૂપમાં હતું. મહત્વનું છે કે આ એજન્સી ઇઝરાયલમાં ઇમિગ્રેશને પ્રોત્સાહન આપવા માટે સરકારની સાથે મળીને કામ કરે છે. મહત્વનું છે કે 67 વર્ષીય પેરેટ્ઝને વધુ રૂઢિવાદી રાષ્ટ્રવાદી ઉમેદવારના રૂપમાં ઓળખવામાં આવે છે. 


આ પણ વાંચોઃ Canada માં કોરોના રસીની માર્ગદર્શિકામાં સુધારો, આ રીતે અલગ અલગ રસીના ડોઝ લઈ શકાશે


મહત્વનું છે કે ઇસહાક હર્ઝોગ 2013માં પ્રધાનમંત્રી પદ માટે પણ ઉભા રહ્યા હતા પરંતુ તેઓ બેન્ઝામિન નેતન્યાહૂ સામે જીત હાસિલ કરી શક્યા નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube