Canada માં કોરોના રસીની માર્ગદર્શિકામાં સુધારો, આ રીતે અલગ અલગ રસીના ડોઝ લઈ શકાશે
Trending Photos
નવી દિલ્હી: કોરોનાનો પ્રકોપ હજુ દુનિયામાં શમ્યો નથી. આવામાં છેલ્લા કેટલાક સમયથી બે અલગ અલગ કોરોના રસીને મિક્સ કરવા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ સ્પેન અને બ્રિટનમાં આ અંગે પ્રયોગ પણ હાથ ધરાયા જેના આશાસ્પદ પરિણામો આવ્યા છે. હવે આ મુદ્દે કેનેડાથી એક સારા સમાચાર આવ્યા છે. કોરોનાની રસી અંગે કેનેડાએ પોતાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જે મુજબ હવે નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે.
The National Advisory Committee on Immunization (NACI) એ પોતાની માર્ગદર્શિકામાં મંગળવારે જે સુધારો કર્યો છે તે મુજબ હવે જે લોકોએ અગાઉ એસ્ટ્રાજેનેકા રસીનો પહેલો ડોઝ લીધો હોય તેઓ હવે ફાઈઝર-બાયોએનટેક કે મોડર્ના રસીનો બીજો ડોઝ લઈ શકે છે. કારણ કે તે બંને mRNA technology પર આધારિત છે.
નવી માર્ગરર્શિકામાં એમ પણ સલાહ આપવામાં આવી છે કે ફાઈઝર અને મોડર્ના રસી પહેલા અને બીજા ડોઝ માટે મિક્સ પણ થઈ શકે છે. જો કે એક ધ્યાન રાખવા જેવી વાત એ છે કે સુરક્ષા કારણોસર અને આ કોમ્બિનેશનના ઉપયોગ અંગે મર્યાદિત ડેટા ઉપલબ્ધ હોવાના કારણે આ માર્ગદર્શિકામાં ફાઈઝર અને મોડર્ના રસીનો પહેલો ડોઝ લીધો હોય તો બીજા ડોઝ માટે એસ્ટ્રાજેનેકાની ભલામણ કરાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે