વોશિંગટનઃ અમેરિકાની નવી સરકારમાં ભારતીય-અમેરિકી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. હાલમાં બાઇડેન પ્રશાસન (Biden Government) એ વધુ ચાર ભારતીય-અમેરિકીઓની સરકારમાં મહત્વના પદો પર નિમણૂક કરી છે. ઉર્જા વિભાગમાં તારક શાહ (tarak Shah)ને ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ પર કોઈ ભારતીયની પ્રથમવાર નિમણૂક થઈ છે. ઓફિસ ઓફ સાયન્સમાં તાન્યા દાસ (tanya das) ને ચીફ ઓફ સ્ટાફ બનાવવામાં આવી છે. નારાયણ સુબ્રમણ્યમને ઓફિસ ઓસ લીગક કાઉન્સિલમાં લીગલ એડવાઇઝર બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુચિ તલાતીને ઓફિસ ઓફ ફોસિલ એનર્જીમાં ચીફ ઓફ સ્ટાફ બનાવવામાં આવી છે. આ ચારેય તેજસ્વી મનાતા અધિકારી પોત-પોતાના વિભાગમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન (joe biden) દ્વારા નક્કી કરેલા લક્ષ્યો સુધી પહોંચવા માટે પોતાના  જ્ઞાનનો લાભ આપશે. તારક શાહ એનર્જી પોલિસીના નિષ્ણાંત છે અને તેમણે જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં પોતાની લાંબી સેવાઓ આપી છે. બાઇડેન-હેરિસ પ્રશાસન આવવા સુધી શાહ ક્લાઇમેટ અને સાયન્સ પર બનેલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તાન્યા દાસ યૂએસ હાઉસ કમિટી ઓન સાયન્સ-સ્પેસ એન્ડ ટેક્નોલોજીમાં પ્રોફેશનલ સ્ટાફ મેમ્બર હતી. નાયારણ સુબ્રમણ્યમ રિસર્ચ ફેલો હતી. શુચિ તલાતી અત્યાર સુધી કાર્બન 180મા સીનિયર એડવાઇઝર હતી. 


આ પણ વાંચોઃ દરેક પત્નીએ ખાસ જાણવા જેવા સમાચાર, પતિની આ વાત પત્નીએ માની લીધી...અને જીત્યા 344 કરોડ રૂપિયા


ઉર્જા વિભાગમાં ચીફ ઓફ સ્ટાફની નિમણૂક પર તારક શાહનું નિવેદન
તેના પર તારક શાહે કહ્યુ કે, પોતાના માર્ગદર્શન, વ્યાપક અનુભવ તથા વૈજ્ઞાનિક રીતનું પાલન કરી ઉર્જા વિભાગમાં નિયુક્ત થયેલા નવા લોકો સ્વચ્છ ઉર્જા પર આધારિત અર્થવ્યવસ્થાના નિર્માણમાં યોગદાન કરશે, જેથી લાખો અમેરિકીઓ માટે રોજગાર ઉભો થશે અને ભવિષ્યની પેઢી માટે એક સારી તથા સુરક્ષિત ધરતીના નિર્માણમાં યોગદાન મળશે. આ સિવાય ડેવિડ જી હુંઇજેંગા ઉર્જા વિભાગમાં કાર્યવાહક સચિવ તરીકે સેવા આપશે. હાલમાં તેઓ રાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા પ્રશાસનમાં સહાયક પ્રધાન ઉપ પ્રશાસકના પદ પર હતા અને તેઓ 1987થી વિભાગ સાથે જોડાયેલા છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube