પેરિસઃ ફ્રાન્સના માર્કેટ કોમ્પીટેશન રેગુલેટર (Market Competition Regulator) એ ગૂગલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ફ્રાન્સે ગૂગલ પર ઓનલાઇન એડવરટાઇઝમેન્ટ માર્કેટમાં 'ડોમિનેટિંગ પોઝિશન' એટલે કે એડવરટાઇઝિંગ પાવરનો દુરઉપયોગ કરવા માટે 22 કરોડ યૂરો (26.8 કરોડ ડોલર) નો દંડ ફટકાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ફટકાર્યો દંડ
ફ્રાન્સના માર્કેટ કોમ્પીટેશન રેગુલેટર  (Market Competition Regulator) એ એક નિવેદનમાં કહ્યું કે ગૂગલનું કામ ગંભીર છે કારણ કે તે કેટલીક બજારોમાં તેના કોમ્પીટેટર અને મોબાઇલ રાઇડ્સના પબ્લિશર અને એપ્લિકેશન યુનિટ્સને દંડિત કરે છે. 


ચોકસીનો નવો દાવ, કહ્યું- મને 10 લોકો મારીને ડોમિનિકા લઈ ગયા, મારા અપહરણમાં ગર્લફ્રેન્ડનો હાથ  


ગૂગલે ન આપ્યો પડકાર
નિવેદનમાં કહેવામાં આવ્યું- રેગુલેટર આ વાતની યાદ અપાવે છે કે વર્ચસ્વપૂર્ણ સ્થિતિવાળી કંપનીની તે જવાબદારી હોય છે કે બીજાના હિતને નજરઅંદાજ કરશે નહીં. તેમાં કહેવામાં આવ્યું કે, અમેરિકી આઈટી કંપનીએ આ મામલામાં તથ્યોને પડકાર આપ્યો નથી અને ફેરફારના પ્રસ્તાવ કર્યા છે. સંસ્થાના પ્રમુખ ઇસાબેલ સિલ્વાએ કહ્યુ કે, આ એક અભૂતપૂર્વ નિર્ણય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube