ચોકસીનો નવો દાવ, કહ્યું- મને 10 લોકો મારીને ડોમિનિકા લઈ ગયા, મારા અપહરણમાં ગર્લફ્રેન્ડનો હાથ
મેહુલ ચોકસી તરફથી આ 8-10 લોકોમાંથી કેટલાકના નામ આપવામાં આવ્યા છે. તેમાંથી એક નામ છે બારબરા જરાબિકા અને બે અન્ય લોકો છે, નરેન્દ્ર સિંહ અને ગુરમીત સિંહ.
Trending Photos
નવી દિલ્હીઃ ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીએ દાવો કર્યો કે તેને માર મારવામાં આવ્યો અને તેના કારણે તે બેભાન થઈ ગયો હતો. એન્ટીગુઆથી અપહરણ કરી ડોમિનિકા લઈ જવાની વાતનું પુનરાવર્તન કરતા મેહુલ ચોકસીએ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે મને મારવામાં આવ્યો અને એક તરફ હું બેભાન થઈ રહ્યો હતો. તેણે મારો ફોન લઈ લીધો. મારી ઘડિયાળ અને પર્સ પણ છીનવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે કહ્યું કે, અમે તને લૂંટવા ઈચ્છતા નથી અને મારા પૈસા પરત આપી દીધા હતા.
એટલું જ નહીં મેહુલ ચોકસી તરફથી આ 8-10 લોકોમાંથી કેટલાકના નામ આપવામાં આવ્યા છે. તેમાંથી એક નામ છે બારબરા જરાબિકા અને બે અન્ય લોકો છે, નરેન્દ્ર સિંહ અને ગુરમીત સિંહ. આ સિવાય કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોકસીનું કહેવુ છે કે તેનું 8થી 10 લોકોએ અપહરણ કરી લીધુ હતું. આ સાથે ભાગેડુ કારોબારીએ દાવો કર્યો કે તેનું અપહરણ કરી ડોમિનિકા લાવનાર તે લોકોએ કહ્યુ કે, તેની અહીં ભારતના એક રાજનેતા સાથે મુલાકાત કરાવવાની છે. મેહુલની ફરિયાદ પર એન્ટીગુઆ અને બારબુડા પોલીસે તપાસ શરૂ કરી છે. એન્ટીગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉને પણ મીડિયા સાથે વાત કરતા તપાસ શરૂ કરવાની પુષ્ટિ કરી છે.
એન્ટીગુઆના પીએમ બોલ્યા- અપહરણ સાબિત થયું તો ગંભીર મામલો
એન્ટીગુઆ ન્યૂઝ રૂમના રિપોર્ટ પ્રમાણે બ્રાઉને કહ્યુ કે, ચોકસીના વકીલોએ તેને કથિત રીતે કિડનેપ કરનાર લોકોના નામ આપ્યા છે. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં બ્રાઉને કહ્યુ કે, જો મેહુલ ચોકસીના આરોપ સાચા સાબિત થયા તો પછી આ ગંભીર મામલો છે. બ્રાઉને કહ્યુ કે, પોલીસે ચોકસીની ફરિયાદને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી છે. બ્રાઉને કહ્યુ કે, ચોકસીએ રોયલ પોલીસ ફોર્સ ઓફ એન્ટીગુઆ એન્ડ બારબુડાની સમક્ષ પોતાની ફરિયાદ આપી છે.
પરિવારે ઉઠાવ્યો સવાલ, 5 કલાકમાં કઈ રીતે ડોમિનિકા પહોંચ્યો ચોકસી
મહત્વનું છે કે મેહુલ ચોકસીના પરિવારે પણ ડોમિનિકા ભાગવાની વાત પર સવાલ ઉઠાવ્યા હતા. મેહુલ ચોકસીના પરિવારે કહ્યું હતું કે તે 23 મેની સાંજે 5 કલાક સુધી એન્ટીગુઆમાં હતો. તેવામાં તે કઈ રીતે 5 કલાકમાં 120 માઇલનું અંતર કાપી શકે છે. એસોસિએટ્સ ટાઇમ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આટલું અંતર કાપવા માટે 12થી 13 કલાકનો સમય લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે